સોરી… જીવતો હોઈશ તો પાછા મળીશું, ચીઠ્ઠી લખી રાજુલાનો બેંક કર્મચારી બે દિવસથી લાપતા
પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી
રાજુલાના કુંભારવાડા વિસ્તારમા રહેતો અને કેનેરા બેંકમા કામ કરતો એક 37 વર્ષીય યુવાન છેલ્લા બે દિવસથી ગુમ થઇ ગયો હોય તેના પત્નીએ આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરી છે. ઘરેથી જતા પહેલા આ યુવાન ઘરે એક ચિઠ્ઠી પણ મુકતો ગયો હતો.
મનોજ જીવનભાઇ ગોહિલ (ઉ.વ.37) નામનો આ યુવાન ગત ચોથી તારીખની બપોરથી અચાનક ગુમ થઇ ગયો છે. આ યુવાન કુંભારવાડામા કોળી સમાજની વાડી પાસે રહે છે. અને તેના પત્ની દક્ષાબેન મનોજભાઇએ આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરી હતી. તેણે પોલીસને જણાવ્યું હતુ કે તેના પતિ ગુમ થતા પહેલા ઘરે એક ચિઠ્ઠી પણ મુકતા ગયા હતા. જેમા તેણે લખ્યુ હતુ કે નસ્ત્ર જીવતો હોઇશ તો પાછા મળીશુ, મને માફ કરી દેજે અને છોકરાનુ ધ્યાન રાખજે.
આવી ચિઠ્ઠી યુવાને પોતાના પાકિટમા મુકી હતી અને બપોરે ત્રણેક વાગ્યે કેનેરા બેંકની ગાડી લઇ બેંકે ગયો હતો. જયાં ગાડી મુકી પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો અને સવા ત્રણેક વાગ્યે કોઇને પણ જાણ કર્યા વગર અચાનક ગુમ થઇ ગયો હતો. રાજુલાના એએસઆઇ આર.કે.વરૂૂ બનાવ અંગે તપાસ ચલાવી રહ્યાં છે.