ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વિઠ્ઠલભાઈ-સવજીભાઈ લુખ્ખા સાચવતા એટલે સમાજ સુખી હતો: કથીરિયા

03:47 PM Nov 08, 2025 IST | admin
Advertisement

બાબરાના ફુલઝર ગામમાં થયેલી હિંસક અથડામણના સુરતમાં પડઘા, પાટીદારોની બેઠકમાં ધગધગતા ભાષણો

Advertisement

કયારે કોની ઘરે આફત આવે અને કોના ડેલે કોનું હથિયાર ઉભુ થાય તે નક્કી નથી, એકવાર ઘા કરી લેવાનો, ઈ છૂટે એમ આપણે છૂટી જઈએ

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ફુલઝર ગામમાં 5 નવેમ્બરની મોડી રાત્રે લગ્નના ફુલેકામાં ઘોડીને ટ્રેક્ટર અડી જતા થયેલી બબાલમાં એકની હત્યા થઇ હતી, જ્યારે 10 જેટલા લોકોને ઇજાઓ પહોંચી હતી. આ મામલે બંને પક્ષે સામસામે 50થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી. રાત્રે ગામમાં ધિંગાણુ સર્જાતા પોલીસના ધાડેધાડા ઉતારવામાં આવ્યા હતા.આ હિંસક જૂથ અથડામણના ગંભીર પડઘા હવે સુરતમાં પડ્યા છે.

ફુલઝર ગામમાં પાટીદારો પર અસામાજિક તત્વો દ્વારા કરાયેલા હિંસક હુમલો અને ત્યારબાદ ખોટી રીતે કેસ કરાયાના આક્ષેપોને લઈને સુરતના પાટીદારો મેદાને પડ્યા છે. આ મામલે એક વિશાળ અને મહત્ત્વપૂર્ણ બેઠક પણ યોજાઈ હતી. આ બેઠકમાં પાટીદારો સામે લાગેલી 307ની કલમ નહીં દૂર કરવામાં આવે તો સુરતથી ફુલઝર જવાની પણ તૈયારીઓ કરી લીધી છે.

સુરતમાં યોજાયેલી આ બેઠકમાં સામેલ થયેલા અલ્પેશ કથિરીયા સંબોધન કરતા કહ્યું કે, પરિસ્થિતિ સુધારવા માટે ખાલી દિવાળીથી દિવાળી ગામ જઈએ ન ચાલે. મહિના-બે મહિને જવું પડશે.આપણે ગામની કમિટીની રચના કરવી પડશે. કોઈ સંગઠન-બંગઠનની જરૂૂર નથી. તમારા ગામનું પોતાનું સંગઠન, મારા ગામનું મારું સંગઠન. આમાં કોઈ બીજા સંગઠનની જરૂૂર નથી. તમારા ગામનું સંગઠન તમારે જ ચલાવવાનું છે. દર મહિને 10-10 યુવાનોએ ગામડે જવાનું, સમગ્ર ગુજરાતના 18,000 ગામડાં છે, એમાં સૌરાષ્ટ્રના 10,000થી વધુ ગામ છે. એમાંથી 200-500 ગામને બાદ કરો તો બધે આવી જ પરિસ્થિતિ છે. આ બેઠકમાં અલ્પેશ કથિરિયાએ જણાવ્યું કે, સવજીભાઈ હોય, વિઠ્ઠલભાઈ રાદડિયા હોય કે વિનુ શિંગાળા હોય 15 વર્ષ પહેલા દરેકના ડેલામાં 20-20 લુખ્ખા સાચવતા એટલે પટેલો સુખી હતાં. એકતા આમ ન થાય. મદદગારીમાં નામ આવે તો જેલમાં જવું પડે ત્યારે એકતા થાય. આ સમયે તેણે વિઠ્ઠલભાઈ સહિત અનેકના નામો લીધા હતાં.

આજે મીટિંગ કરીને કાલે પ્રશ્નોનો નિકાલ થઈ જશે, એવું નથી. દરેક મોરચે આગળ આવવાનું છે. આ કોઈ રાજકારણનો વિષય નથી, કોઈ પાર્ટીનો વિષય નથી. પક્ષ કોઈ પણ હોય, પણ આપણો માણસ હોવું જોઈએ. હજુ પરિસ્થિતિ બગડશે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી આવશે. અત્યાર સુધીના 75 વર્ષની ચૂંટણીમાં, આ ચૂંટણી આખી અલગ હશે. આ વખતે 27% રિઝર્વેશન સાથે ચૂંટણી પહેલીવાર લડાવવાની છે.

આમાં ક્યારે કોની ઘરે ક્યાં આફત આવે ને કોના ડેલે ક્યાં કોનું હથિયાર ઊભું થાય નક્કી રહેતું નથી. જેમ તમે એમ કહો છો કે આનું આમ થઈ ગયું અને આપણે એટલી મહેનત કરીને તોય આ છૂટી ગયો, એમ આપણેય છૂટી જઈએ. એકવાર ઘા કરી લેવાનો, ઈ છૂટે એમ આપણે છૂટી જઈએ, એમાં કંઈ નવું નથી હોતું. વારે વારે આપણા જ લોકો ઊંચા થાય ઈ પ્રવૃત્તિમાં ઘણા મોટા સમયે નુકસાન થશે. હજી હું કહું છું કે મારો હેતુ ગામમાં કોઈ પણ પ્રકારની અશાંતિ ફેલાવવાનો નથી. પરંતુ વારે વારે સહન કરવું, એવા ગામોમાં સંગઠનો ઊભા થવા જોઈએ, પ્રવૃત્તિ થવી જોઈએ અને હજી હું કહું છું કે ગામમાં એકતાના ભાગરૂૂપે દરેક સમાજ ભેગા થઈને ગામમાં શાંતિ સ્થપાતી હોય તો એ પ્રયત્ન પહેલા થવો જોઈએ. એનાથી મોટું એકેય નથી. પરંતુ એને હાલવું જ ન હોય, એને જોડાવું જ ન હોય, ને ભેગું હાલવું જ ન હોય, તો પછી આપણે આપણી રીતે ચાલવું જરૂૂરી છે. સમયની માંગ છે, સમયને પરિસ્થિતિને આધીન નિર્ણયો લઈ અને આગળ વધવું જોઈએ.

ફુલઝરમાં બનેલી ઘટના અને આક્ષેપો
પાટીદાર સમાજના આગેવાનોના આક્ષેપ મુજબ, ફુલઝર ગામમાં કાઠી દરબારના યુવાનો અને પાટીદાર યુવાનો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. આ દરમિયાન, હથિયારો સાથે કાઠી દરબારો દ્વારા પાટીદારો પર હિચકારો હુમલો કરાયાનો આક્ષેપ છે. સૌથી ગંભીર બાબત એ છે કે, જ્યારે પાટીદારો ગામના ચોકમાં ઊભા હતા, ત્યારે હુમલાખોરો દ્વારા તેમના પર ગાડી ચડાવી દેવામાં આવી હતી. આ ગંભીર હુમલામાં 7 જેટલા પાટીદારો ઈજાગ્રસ્ત થયા હતા અને બહાર ગામથી આવેલા એક કાઠી દરબારનું મોત નીપજ્યું હતું, જેનાથી ગામમાં ભારે તંગદિલી ફેલાઈ હતી. કાઠી દરબારના મોતનો આરોપ પાટીદારો પર લગાવીને કાઠી દરબારના આગેવાનોએ પાટીદારો પર વળતો હુમલો કર્યાનો આક્ષેપ છે. પરંતુ, સુરતમાં એકઠા થયેલા પાટીદાર સમાજનો મુખ્ય આક્ષેપ એ છે કે, આ ઘટનામાં ખોટી રીતે પાટીદારો સામે કેસ કરાયા છે. આ ઘટનામાં 29 જેટલા પાટીદાર લોકો પર નામજોગ અને અન્ય 50 સામે ફરિયાદ નોંધાઈ છે. સાથે તેમણે દાવો કર્યો છે કે, ફરિયાદમાં એવા યુવકોના નામ લખાયા છે જે ઘટના સમયે ત્યાં હાજર નહોતા. એક યુવકનું તો સુરતની હોસ્પિટલમાં ઓપરેશન ચાલી રહ્યું હતું અને અન્ય એક યુવક તેના લગ્ન પ્રસંગમાં હાજર હતો. સમાજે એવો પણ આરોપ લગાવ્યો છે કે, તેમની પાસે ઈઈઝટના પુરાવા હોવા છતાં પોલીસ દ્વારા આ પુરાવાઓને અવગણીને ખોટી રીતે ફરિયાદ નોંધવામાં આવી છે.

Tags :
Alpesh KathiriyaAlpesh Kathiriya newsamreliamreli newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement