અમરેલીમાં લોનવાળા ટ્રકની ખરીદી કરી ભંગારમાં વેચવાનું કૌભાંડ
ત્રણ શખ્સની અટકાયત; ભોગ બનનારને પોલીસનો સંપર્ક કરવા અપીલ: સાત લોકો સાથે છેતરપિંડી
અમરેલી જીલામા ચાલુ લોન વાળા ટ્રકની ખરીદી કરી ટ્રેકને સ્ક્રેપિંગ કટિંગ કરી ભંગારના વેપારીને વેચવાની કૌભાંડનો રાજુલા પોલીસએ પર્દાફાશ કર્યો છે જેમાં 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે આવી કોઈ છેતરપીંડીનો ભોગ બનનાર લોકોને પોલીસનો સંપર્ક કરવા પોલીસ દ્વારા અપીલ કરવા માં આવી છે.
અમરેલી જિલ્લામાં રાજુલા પોલીસએ ટ્રકનું સ્ક્રેપિંગ કરી ભંગારમાં વાહનો જવા દેવા માટેના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે રાજુલા પોલીસ સ્ટેશનમાં નરેશભાઈ બટુકભાઈ સોલંકીએ ફરિયાદ આપી આરોપી અલીઅસગર અલી હુસેન લોટિયા તથા પંકજ ઉર્ફે બાલા,અને ડ્રાયવર ઇસ્માઇલ ઉર્ફે પપલુ ત્રણેય મહુવા તાલુકાના રેહવાસીએ ટ્રક અશોક લેલન્ડ કંપનીનો ૠઉં.10. ણ.5703ની ટ્રક ગાડી લીધી વેચાણ કરાર મુજબના હપ્તા બાકી રહેતા રૂૂ.553000 અને હપ્તા મુજબના ચેક નહિ આપતા ટ્રક આરોપીઓ દ્વારા ટ્રક ગાડી ભંગાર સ્ક્રેપિંગ ભાવનગર સ્ક્રેપિંગના વેપારી દિપક ઉર્ફે કાલાને ભંગારમાં વેચી દઇ આ દિપક ઉર્ફે કાલાએ ટ્રક ગાડી ભંગારમાં સ્ક્રેપ કરી તોડી નાખી અલગ અલગ પાર્ટ્સ વેચી નાખવામાં આવ્યા ટ્રકનો નાશ કરી કાવતરું રચી છેતરપીંડી આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસએ આ ફરીયાદના આધારે ઘટનાની ગંભીરતા દાખવી ઊંડાણ પૂર્વક તપાસનો ધમધમાટ શરૂૂ કરતા આ પ્રકારના કિસાઓ વધુ હોવાની શંકાને લઈ પોલીસએ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમા આરોપી ઉજેફા આરીફભાઈ શેખ,ઇમતયાઝ ઉર્ફે બિહારી,દીપકભાઈ ઉર્ફે કાલા નારણભાઈ ગોહિલ,ની ધરપકડ કરવામાં આવી છે આ ઉપરાંત 3 નામો ખુલ્યા છે જેમાં અલીઅજગર અલીહુસેન લોટિયા,પંકજ ઉર્ફે બાલા,ઇસ્માઇલ ઉર્ફે પપ્લુ આ ત્રણ આરોપીની ધરપકડ કરવા માટે પોલીસ દ્વારા કવાયત હાથ ધરી છે.
રાજુલા પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીની ફરીયાદ નોંધાયા બાદ તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે જેમાંભાવનગર,જૂનાગઢ,અમરેલી ત્રણ જિલ્લાના 7 કરતા વધુ માણસો પોલીસ સ્ટેશન આવ્યા છે જેમાં તેમની સાથે પણ આ પ્રકારનો શિકાર ભોગ બન્યા છે ત્યારે પોલીસ દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે આ ગેંગનો કોઈ ભોગ બન્યા હોય તો રાજુલા પોલીસનો સંપર્ક કરો અમે જરૂૂરથી મદદ કરીશું આસપાસના જિલ્લાના લોકોને પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી આરોપીઓ ચાલુ લોન વાળા ટ્રક માલિક ટ્રક વેચવામાં માંગતા હોય લોન શરૂૂ હોય તેમના બાના પેટે થોડા ઘણા રૂૂપિયા આપી ચાલુ લોનના હપ્તાની દર મહિને જે રકમ થાય તે ભરી આપવાની શરત મુજબનું ઘરમેળે વકીલ મારફતે નોટરી લખાણ કરી ટ્રક વેચાતો મેળવવાની વેચાતો લીધેલ ટ્રક ભંગાર સ્ક્રેપિંગ નું કામ કરતા ભંગારના વેપારીને વેચી નાખી ટ્રક ભંગારમાં સ્ક્રેપ કરી વેચાણથી લીધેલ ટ્રક સગેવગે કરી વેચાણ આપનારના ચાલુ લોનના હપ્તા નહિ ભરી કે હપ્તાની ચડત રકમ કે ગેરેન્ટી ચેક નહિ આપી કાવતરા કરતા હતા હાલ પોલીસ કોર્ટ સમક્ષ રજુ કરી વધુ રિમાન્ડ માટેની માંગણીઓ કરી વધુ પૂછ પરછ કરી સૌરાષ્ટ્ર ભરમાં પોલીસ તપાસ કરી આગળનો ભેદ ખોલવા માટે સક્રિય બનેલ છે.