For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમરેલીના ધારીમાં રખડતાં ઢોરનો આતંક, બાખડી રહેલા આખલાઓએ બાઇક ચાલકને ઉલાળ્યો, જુઓ વિડીયો

06:57 PM Aug 05, 2024 IST | Bhumika
અમરેલીના ધારીમાં રખડતાં ઢોરનો આતંક  બાખડી રહેલા આખલાઓએ બાઇક ચાલકને ઉલાળ્યો  જુઓ વિડીયો
Advertisement

રાજ્યમાં રખડતાં ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે અમરેલીના ધારીમાં આખલાના આતંકનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે, ૩ આખલાઓ બાખડતા રોડ પર આવે છે ત્યારબાદ રસ્તા પરથી ટૂ-વ્હીલર લઈ પસાર થઈ રહેલા ડોકટરને આખલાઓએ અડફેટે લીધા હતા. આ ઘટના બાદ ડોકટર ઈજાગ્રસ્ત થયા હતા. રોડ પર આખલાઓના આતંકને કારણે અન્ય લોકોમાં પણ નાસભાગ મચી હતી. આ ઘટનાનો વિડીયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

અમરેલીના ધારીમાં રસ્તાઓ પર આખલાઓ બાખડતાં એક ટૂ-વ્હીલર ચાલકને અડફેટે લીધા હતા, જ્યારે અન્ય એક મોટરસાઇકલ ચાલક પણ માંડ માંડ બચ્યા હતા અને જીવ બચાવી ભાગ્યા હતા. તો રસ્તા પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને રાહદારીઓમાં પણ આખલા યુદ્ધના કારણે નાસભાગ મચી હતી. ધારીના મુખ્ય ગેટ નજીક બાખડી રહેલા આખલાઓએ અડફેટે લેતાં તુષાર પટેલ નામના ડોકટર ઈજાગ્રસ્ત થયા હતા.

Advertisement

અમરેલીના ધારીમાં રખડતાં ઢોરના ત્રાસના કારણે વાહનચાલકો અને વેપારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અવારનવાર આ મામલે રજૂઆત કર્યા બાદ પણ રખડતાં ઢોરની સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. આ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement