રાજુલા સફાઈ કામદારોએ કાયમી કરવાની માંગ સાથે હાઈ-વે ચક્કાજામ કર્યો
રાજુલામાં સફાઈ કામદારોએ કાયમી નોકરીની માંગ સાથે આજે રાજુલા-સાવરકુંડલા હાઈવે ચક્કાજામ કર્યો હતો. પોલીસની લાંબી સમજાવટ બાદ અંતે વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂૂ થયો હતો. આગામી દિવસોમાં પ્રશ્નનો ઉકેલ નહી આવે તો સફાઈ કામદારોએ ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. રાજુલા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ વિવિધ માંગ સાથે 30 ઓગસ્ટના રોજ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
નગરપાલિકાના સફાઈ કર્મચારીઓનો પંદર પંદર દિવસનો વારો કરવામાં આવતા આ વિરોધ કરવામાં આવ્યો છે નગરપાલિકાના સફાઈ કર્મચારીઓનો પંદર પંદર દિવસનો વારો હોય છે. પરંતુ સફાઈ કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી પાલિકામાં કાયમી કરવા માટે રજૂઆત કરી રહ્યા છે. છતાં પણ માંગણી પુરી ન થતા અગાઉ 150 જેટલા સફાઈ કર્મચારીઓએ રાજુલા શહેરમાં હોબાળો મચાવી આવેદનપત્ર પાઠવ્યું હતું. આજે બપોરે રાજુલા શહેરમાં રેલી કાઢી સૂત્રોચાર કરીને સફાઈ કામદારોએ પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત સફાઈ કર્મચારીઓ દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં પ્રશ્નનો ઉકેલ ન આવતા સફાઈ કર્મચારીઓએ સહ પરિવાર સાથે રાજુલા -સાવરકુંડલા હાઇવે પર ચક્કાજામ કર્યો હતો.
અહીં સફાઈ કામદારોએ પાલિકામાં કાયમી કરવા માંગણી કરી હતી. આ ચક્કા જામ માં એક બહેન ની તબિયત બગડતા અને બે ભાન થઈ જતા તેણે 108 મારફત રાજુલા સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવેલ જ્યાં રાજુલા સરકારી હોસ્પિટલના સમાજના આગેવાનો તેમજ સમાજના લોકો દોડી આવેલા અને હોસ્પિટલે લોકોને તોડે તોડા એકત્રિત થયેલા અંતે પોલીસની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો અને વાહન વ્યવહાર ફરી શરૂૂ થયો હતો. જો કે આગામી દિવસોમાં પ્રશ્નનો ઉકેલ નહી આવે તો સફાઈ કામદારોએ ઉગ્ર આંદોલન કરી શકે છે