રાજુલા આર.કે સાયન્સ સ્કૂલના સંચાલકની સ્વનિર્ભર શાળા સંચાલકમાં મહામંત્રી તરીકે નિમણૂક
અમરેલી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના હોદ્દેદારોની નિમણૂક કરવા માં આવી હતી તારીખ 28 ના રોજ અમરેલી સર્કિટ હાઉસ ખાતે એક બેઠક બોલાવવામાં આવી હતી જેમાં અમરેલી જિલ્લા પત્રકાર એકતા પરિષદના મહામંત્રી તેમજ ગુજરાત રાજ્ય જસ્ટિસ હ્યુમન રાઈટ ગુજરાત રાજ્ય ના મહામંત્રી તેમજ ચિતલ જશવંત ગઢ ટીંબા ના પૂર્વ સરપંચ અમરેલી જિલ્લા સ્કાઉટ એન્ડ ગાઈડ ના જિલ્લા ના મંત્રી તેમજ અમરેલી જિલ્લા ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ના પ્રમુખ એવા પંકજભાઈ મહેતા ની અમરેલી જિલ્લા સંચાલક મંડળ ના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી.
જ્યારે અમરેલી જિલ્લા સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળના અધ્યક્ષ રાજુલાના આર.કે સાયન્સ સ્કૂલના સંચાલક કમલેશભાઈ હડિયા તેમજ મહામંત્રી તરીકે અમરેલીના જ્ઞાનદીપ વિદ્યા મંદિરના સંચાલક શ્રી રાજુભાઈ ધાનાણી તેમજ શીતલ વિદ્યાલય મોટા આંકડિયા ના સંચાલક પરેશભાઈ બોઘરા તથા દેસાઈ એજ્યુકેશન હડાળા ના સંચાલક હરેશભાઈ દેસાઈ તેમજ સરસ્વતી વિદ્યા મંદિર રાજુલાના સંચાલક અતુલભાઇ કાતરીયા તેમજ નવજોત શૈક્ષણિક સંકુલ દામનગર વિપુલ વિપુલભાઈ વોરા ની અમરેલી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ તરીકે વર્ણી કરેલ હતી જ્યારે ખજાનચી તરીકે શિવમ વિદ્યા સંકુલ ચિતલ ના સંચાલક રમેશભાઈ માંગરોળીયા ની વર્ણી કરવામાં આવેલ હતી.
આ બેઠકમાં અમરેલી જિલ્લાના શાળા સંચાલક મંડળના સંચાલકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ચલાલા ગાયત્રી પરિવાર ના મહેશભાઈ મહેતા તેમજ તમામ સંચાલકો દ્વારા તમામ હોદ્દેદારો નું સન્માન કરવામાં આવ્યું હતું તેમ જ અમરેલી જિલ્લાના પટેલ આગેવાન એવા વસંતભાઈ મોવલીયા તેમજ પત્રકાર એકતા પરિષદના પ્રમુખ શ્રી સુરેશભાઈ દેસાઈ દ્વારા તમામ હોદ્દેદારોને સાલ ઓઢાડી પુસ્તક આપી સન્માનિત કરેલ હતા આ કાર્યક્રમ સફળ બનાવવા અમરેલી જિલ્લા સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળનાતમામ સંચાલકોનો ખુબ ખુબ આભાર તેમ અમરેલી જિલ્લા સ્કૂલના મહામંત્રી શ્રી રાજુભાઈ ધાનાણી જણાવેલ હતું