રાજુલામાં ધોળા દિવસે વાતોમાં ભોળવી બુટ્ટીની લૂંટ ચલાવી લેનાર શખ્સ પકડાયો
રાજુલામાં મહીલાને વાતોમાં મશગુલ કરી ઘોળા દીવસે બુટ્ટીની લુંટ ચલાવી ફરાર આરોપી ને અમરેલી એલસીબી એ ઝડપી લીઘો
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં રહેતા મરીયમબેન રહીમભાઈ વારૈયા, ઉ.વ.55, રહે.રાજુલા, આગરીયા જકાતનાકા પાસે રહેતી મહિલાને તા.04/12/2023 નાં બપોરના આશરે બે વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી ટાવર બાજુ જતા હોય, અને નગરપાલીકા કચેરીની આગળ ગોલ્ડન પ્લાઝા કોમ્પલેક્ષ પાસે પહોંચતા એક અજાણ્યો ઇસમ મરીયમબેન પાસે આવી વાતોમાં મશગુલ કરી, નજર ચુકવી બન્ને કાનની સોનાની બુટ્ટી કીમંત 40,000ની આંચકી નાશી દવાની ઘટના બની હતી જે અંગે રાજુલા પોલીસ સ્ટેશન ખાતે મરીયમબેનએ અજાણ્યા શખ્સ વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદ ના આઘારે અમરેલી એલસીબી એ અજાણ્યા આરોપી અંગે સઘન તપાસ કરવામાં આવેલ. તેમજ બનાવના સ્થળની આજુબાજુના સી.સી.ટી.વી. ચેક કરવામાં આવેલ તેમજ શકદારોને ચેક કરવામાં આવેલ, આ ગુનાના ફરિયાદીની પુછપરછ કરી, આરોપીના વર્ણન અંગે માહિતી મેળવી, આવા વર્ણન વાળા ઇસમો અને આ પ્રકારના ગુનાઓ કરવાની એમ.ઓ. ધરાવતા આરોપીઓ અંગે તપાસ કરવામાં આવેલ અનડીટેક્ટ ગુનાના આરોપીઓને પકડી પાડવાના સઘન પ્રયાસો દરમિયાન અમદાવાદ કાઇમ બ્રાન્ચ ટીમની મદદથી અજાણ્યા આરોપીની ઓળખ મેળવી, આરોપી યાસીન ઉર્ફે બાકડો કાળુભાઈ શેખ, ઉ.વ.50, રહે.અમદાવાદ, જમાલપુર, ને એક સોનાનો ઢાળીયો વજન 9.960 ગ્રામ કિ.રૂ. 41,860 નો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો હતો આરોપી એ વડોદરા અમદાવાદ ઉંજા હીમતનગર મોડાસા સહિત ના ગામમો 18 જેટલા અલગ-અલગ ગુન્હા મા સોડવાયેલ આરોપી ને અમરેલી એલસીબી એ ઝડપી લીઘો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.