રાજુલા: ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં 4 યુવાનો ડૂબ્યા, MLA હિરા સોલંકી પણ યુવાનોની શોધખોળ માટે નદીમાં ઉતર્યા
06:25 PM Oct 28, 2025 IST
|
admin
Advertisement
Advertisement
રાજુલામાં મોટી દુર્ઘટના બની છે. રાજુલા તાલુકાના ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં ત્રણ સગાભાઈ સહિત 4 યુવાનો ડૂબ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો મદદ માટે દોડ્યા હતા. હાલ પોલીસની ટીમ, કોસ્ટગાર્ડની ટીમ અને મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા છે. નદીમાં યુવાનોની શોધખોળ હાથ ધરાઈ છે.
આ ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય હિરા સોલંકી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં અને યુવાનોની શોધખોળ માટે નદીના પાણીમાં ઉતર્યા છે.ડૂબેલા યુવાનો રાજુલાના બર્બટાણાના હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
ધારાસભ્ય હિરા સોલંકીએ જણાવ્યું હતું કે, ત્રણ સગાભાઈ સહિત ચાર લોકો ડૂબ્યા હોવાની જાણ થતાં જ અમે તાત્કાલીક સ્થળ પર આવી પહોંચ્યા છીએ. તરવૈયાની આખી ટીમ પણ આવી પહોંચી છે. તેઓના પરિવારજનો પર મોટુ દુઃખ આવ્યું છે. ત્યારે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે આ તમામ લોકો સહિસલામત મળી આવે.
Next Article
Advertisement