રાજકોટના એસ.ટી કર્મચારીને ઉંચા વળતરની લાલચ આપી 20 લાખની ઠગાઇ
મેટા કવોટસ કંપનીના એજન્ટે 10 થી 15 ટકા ઉંચા વળતરની લાલચ આપી હતી, ચલાલા પોલીસમાં ગુનો નોંધાયો
ચલાલામાં એસટી કર્મચારીને ઉંચા વળતરની લાલચ આપી 20 લાખનું રોકાણ કરાવી કંપની બંધ કરી છેતરપિંડી આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
રાજકોટના ઢેબર રોડ પર રહેતા અને ચોટીલા એસટી ડેપોમાં કંડકટર તરીકે નોકરી કરતા પ્રદીપભાઈ નારણભાઈ કાનગડ (ઉ.વ.35)એ ચલાલા પોલીસ મથકમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે મેટા ક્વોટસ કંપનીના એજન્ટે તેની મેટા ક્વોટસ કંપનીના પોર્ટ ફોલીયો મેનેજમેન્ટ સર્વીસ ફંડમાં માસીક 10 થી 15 ટકા ઉંચા વળતરની લાલચ આપી હતી.
તેમજ પ્રદીપભાઈ કાનગડને ઉચા વળતરની લાલચ આપી રૂૂપિયા 20,00,000નું રોકાણ કરાવ્યું હતું. જે બાદ બંધ કરી દઈ તેના નાણાં ઓળવી ગયા હતા.
તેમજ ઉંચા વળતરની લાલચ આપી 20 લાખની છેતરપિંડી આચરી હતી. આ અંગે ચલાલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પીઆઈ જી.આર.વસૈયા વધુ આગળની ધોરણસરની તપાસ ચલાવી રહ્યા છે. આમ, પોલીસની કાર્યવાહી છતાં જિલ્લામાં વધુ એક શખ્સ છેતરપિંડીનો ભોગ બન્યો હતો.