ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બાબરા પંથકમાં સરકારી જમીન પર ખડકાતી પવનચક્કીઓનો વિરોધ

12:03 PM Mar 06, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

અમરેલી ના જિલ્લાના બાબરા તાલુકાના સુકવળા ગામની સરકારી જમીનમાં જે કઈ પણ પવન ચકિનાને લગત કામો કરવામાં આવે છે તેના હુકમો કે લગત સક્ષમ અધિકારીની મંજુરી ઓ તમારી કચેરી તરફથી કે જેના દ્વારા હુકમો કે મંજુરી ઓ આપવામાં આવે છે તેમના તરફથી કે પવન ચકી ના કંપની કોન્ટ્રાકટરો, ટ્રાંસ્પોર્ટસ તથા શ્રી સમર્થ વિડપાર્ક પ્રાઈવેટ લિ તરફથી કોઇ પણ પ્રકારની સ્થાનિક ગ્રામ પંચાયતને જાણ કરવામાં આવતી નથી જેથી કોઇ પણ પ્રકારની મંજુરી મેળવયા વગર જ્યા મન ફાવે ત્યા નદિ,નાળા,રસ્તા,તળાવ અને કિંમતી સરકારી જમીનમાં આડેધડ વિજપોલ નાખી દેવામા આવે છે અને જેની હાલાકી ગ્રામજનો ભોગવી રહ્યા છે તેમના ઘોંઘાટના કારણે આરોગ્ય લક્ષી બિમારીઓનો સામનો કરવો પડે છે અને કેટલાય અબોલ પંખીઓ જેવી કે ચકલીઓ અવદાય થઈ રહી છે આવા તો કેટલાય પશ્નો છે.

Advertisement

વધુમા હાલમાં ગઈ કાલે વિજપોલ ઊભા કરવાની કામગીરી ચાલુ કરેલ છે તે બાબતે આગાઉ લેખિતમાં સ્થળ પર અને ન્યુજ પેપરના માધ્યમથી જાણ કરેલ તેમ છતાય પવન ચકી ના કંપની ઈન્ટ્રાકટરો ટ્રાંસ્પોર્ટસ તથા શ્રી સમર્થ વિડપાર્ક પ્રાઈવેટ લિ. દ્વારા વિજપોલનું કામ કોઇ પણ પ્રકારની મંજુરી મેળવયા વગર જ્યાં મન ફાવે ત્યા નદિ,નાળા,રસ્તા, તળાવ અને કિંમતી સરકારી જમીનમાં વિજપોલ નાખવાનું કામ ચાલુ છે. તે અંગેની તમામ આનુસાંગિક મંજુરીઓ મેળવેલ નથી વધુમા સ્થાનિક ગ્રામ પંચાયતને કોઇ પણ પ્રકારની જાણ કરેલ નથી અને પવન ચકી ના વિજપોલ - પ્રોજેકટ સંબંધિત પરિવહન અને લોજિસ્તિકલ હેતુઓ માટે કોઇ પણ પ્રકારની મંજુરિઓ મેળવ્યા વગર સરકારી જમીનમાં અનધિકૃત બિન પરવાનગીથી પ્રવેશ કરી હેવી વિજપોલ ઉભા કરી દબાણ કરે છે જેથી સરકારી જમીનમાં નાખતા વિજપોલ બંધ કરાવી દબાણ દૂર કરવા માનનીય નિવાસ અધિક કલેકટર સાહેબ અમરેલીના પરિપત્ર નં દબાણસેલ /વશી/2306/15, કલેક્ટર કચેરી અમરેલી તા: 23/06/20215 મુજબ સરકારી જમીનમાથી બિન પરવાનગી વિજપોલ દબાણ દુર કરવાની કાર્યવાહી આપ મહેરબાન સાહેબના કાર્યક્ષેત્રમાં આવતી હોય તો તમામ ગ્રામજનોની રજુઆતને ધ્યાને લઈ સ્થળ મુલાકાત લઈ વિજપોલનું કામ તાત્કલિક બંધ કરાવવા નમ્ર વિનંતી છે. આ પ્રોજેકટ અંગે ગ્રામ પંચાયત અને ગ્રામજનોનો પુરેપુરો વિરોધ છે જેથી કાયમી ઉકેલ લાવી આપવા આપ મહેરાબાન સાહેબશ્રીને આ અંગે જલ્દી કાર્યવાહી કરી ન્યાય અપાવવા નમ્ર વિનંતી સહ રજુઆત છેઅન્યા ન છુટકે ગાંધી ચિંધયા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવું ચુકવલા ગામ લોકો એ બાબરા મામલતદાર સાહેબ ને આવેદન આપ્યું..

Tags :
BABRAbabra news
Advertisement
Advertisement