લીલિયાના ક્રાંકચમાં સહકારી બેંક કર્મી પર હુમલો કરનારનું સરઘસ કઢાયું
લીલીયાના ક્રાંકચ ગામે મધ્ય સહકારી બેંકના કર્મચારી પર જીવલેણ હુમલો કરનાર ત્રણેય શખ્સોની પોલીસે ધરપકડ કરી જાહેરમાં ઊઠક-બેઠક કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસે અહીં આરોપીઓનું રી- ક્ધટ્રકશન કરાવ્યું હતું. લીલીયાના ક્રાંકચ ગામે થોડા દિવસો પહેલા મધ્યસ્થ સહકારી બેંકના કર્મચારી પર થયેલા હિચકારા હુમલાના બનાવમાં પોલીસે કાર્યવાહી શરૂૂ કરી છે. પોલીસે હુમલો કરનાર દેવકું વાળા, લઘુવીર ગીડા અને નાગરાજ વાળાની ધરપકડ કરી હતી. ત્રણેયને ઘટનાસ્થળે લઈ જઈને તેમનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.
18 નવેમ્બરના રોજ સાંજે 4 વાગ્યાના સુમારે ક્રાંકચ ગામે આ ચકચારી બનાવ બન્યો હતો. જેમાં બેંક કર્મચારી ગૌતમ વાળા પર ત્રણેય શખ્સોએ લોખંડના પાઈપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. ગંભીર હુમલામાં બેંક કર્મચારીને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને હાલ તેઓ અમરેલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. લીલીયાના પીઆઈ એમ.ડી.સાળુંકે સહિતની ટીમે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો હતો અને ગણતરીના કલાકોમાં જ ત્રણેય શખ્સોને ઝડપી લીધા હતા. લીલીયા પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલી કાર પણ કબ્જે લીધી છે. સાથે સાથે ઘટના સ્થળે પકડાયેલ ત્રણેય આરોપીઓનું રીક્ધસ્ટ્રક્શન કર્યું હતું.