For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમરેલી જિલ્લાના MP-MLAની કેન્દ્રમાં રજૂઆત

11:39 AM May 22, 2025 IST | Bhumika
અમરેલી જિલ્લાના mp mlaની કેન્દ્રમાં રજૂઆત

Advertisement

અમરેલી જિલ્લાને વિકાસ માટેના વિવિધ પ્રશ્નો માટે સાંસદ અને ધારાસભ્યોની ટીમ દિલ્હી ખાતે રજૂઆત માટે પહોંચી હતી. જેમાં ખાસ કરીને ખેતીવાડી માટે અતિઆવશ્યક ઉઅઙ ખાતરના પુરવઠા વિષયે રાસાયણિક ખાતર મંત્રી તેમજ ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.

અમરેલી જિલ્લા રાષ્ટ્રીય ધોરી માર્ગોની સ્થિતિ સુધારવા અંગે કેન્દ્રીય માર્ગ-મહેસૂલ મંત્રી નીતિન ગડકરી સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને બાઢડા-ગાવાકડા નેશનલ હાઇવેને ચાર માર્ગીય બનાવવાની, અમરેલી -બાબરા, ચાવંડ-લાઠી-અમરેલી, તથા અમરેલી શહેર બાયપાસ (લાઠી રોડ સર્કલથી રાધેશ્યામ સર્કલ સુધી) માર્ગોના વિકાસ માટે દ્રઢ રજૂઆત કરાઈ. ઉપરાંત, ધારી અને ચલાલા શહેર વચ્ચેના માર્ગોને પણ 4 ટ્રેક કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

Advertisement

અમરેલી જિલ્લાના રેલવે સંબંધિત પ્રશ્નો જેવા કે, સાવરકુંડલા-અમરેલી તથા ધારી-વિસાવદર રેલવે લાઈનોને લઈને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે ચર્ચા કરવામાં આવી. વિસ્તૃત માહિતી અને જરૂૂરિયાતો માટે મંત્રીને રજૂઆત કરી પ્રશ્નોના નિકાલ માટે સહકાર મેળવાયો હોવાનો દાવો અમરેલી જિલ્લાના ધારાસભ્યો અને સાંસદે કર્યો છે.ગુજરાતમાંથી કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને મનસુખભાઈ માંડવીયા સાથે પણ અમરેલીના ધારાસભ્યો અને સાંસદે બેઠક યોજીને જિલ્લાના સર્વાંગી વિકાસ માટે મંત્રીઓ સમક્ષ જરૂૂરી સૂચનો કરીને માર્ગદર્શન મેળવવામાં આવ્યું હતું.

અમરેલી જિલ્લાના વિકાસને લગતા કેન્દ્રમાં પડતર તમામ પ્રશ્નોએ અમરેલી જિલ્લાના લોકોને વધુ સુવિધા, વિસ્તૃત કનેક્ટિવિટી અને ખેડૂતોને તાત્કાલિક મદદ મળી રહે એ તેવા શુભ હેતુથી મકમતા પૂર્વક રજૂઆત કરવામાં આવેલ છે. કેન્દ્રના વિવિધ મંત્રીઓ સમક્ષ અમરેલી જિલ્લાના પડતર પ્રશ્નો અને વિકાસલક્ષી કાર્યો અંગે અમરેલી જિલ્લાના સાંસદ ભરતભાઈ સુતરીયા, નાયબ દંડક અને ધારાસભ્યો કૌશિક વેકરિયા, મહેશભાઈ કસવાળા, હીરાભાઈ સોલંકી, જે.વી. કાકડીયા, જનકભાઈ તળાવીયા અને જિલ્લા ભાજપા અધ્યક્ષ અતુલભાઈ કાનાણીએ રજૂઆતો કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement