રાજુલા પંથકમાં ખાડા રાજ; દિવાળી પહેલા બૂરેલા થીગડાંઓનું ભારે વરસાદ બાદ ધોવાણ
અમરેલી જિલ્લામાં દિવાળી પહેલા હિંડોરણાથી બાયપાસ રાજુલાથી સાવરકુંડલા સુધી માર્ગ મકાન વિભાગ દ્વારા છુટા છુટા મોટા ખાડાઓ ઉપર થિગડા બુરવા માટેની કામગીરી હાથ ધરી હતી ત્યારબાદ છેલ્લા 5 દિવસથી રાજુલા પંથકમાં ભારે વરસાદ પડવાના કારણે માર્ગો ઉપર રીતસર ધોવાણ થયું છે જેના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પરેશાન હોવાથી તંત્ર સામે નારાજગી જોવા મળી રહી છે ફરીવાર 200 કરતા વધુ ખાડાઓ આ માર્ગો ઉપર પડ્યા હોવાથી સ્થિતિ દયનિય બની છે.
રાજુલા જાફરાબાદ પીપાવાવ પોર્ટ સહિત ઉધોગો ગૃહ સહિત તમામનો અમરેલી જિલ્લા મથકનો મુખ્ય માર્ગ હોવાથી હજારો વાહનો આ માર્ગો ઉપરથી પસાર થતા હોવાને કારણે સ્થિતિ અત્યંત ખરાબ બની હોવાથી લોકોએ તાત્કાલિક માર્ગોનું કામ શરૂૂ કરવા અથવા સમારકામ ખાડા બુરવા માટે કામગીરી યુદ્ધના ધોરણે શરૂૂ કરે તેવી માંગ ઉઠાવી રહ્યા છે. રાજુલા શહેરમાં ભારે વરસાદ પડવાના કારણે શહેરના જાફરાબાદ રોડ બસ સ્ટેન્ડ રોડ ટાવર રોડ છતડીયા રોડ ભેરાઈ રોડ શહેરના મુખ્ય માર્ગો ઉપર ધોવાણ થવાના કારણે ખાડાઓ બિસમાર માર્ગો બન્યા હોવાથી લોકોમાં વધુ રોષ છે જોકે આજે નગરપાલિકા દ્વારા રાજુલા શહેરના અતિ મોટા ખાડાઓ છે તે કેટલાક છુટા છવાયા બુરવામા આવ્યા છે પરંતુ નાના ખાડાઓ ફરીવાર બુરવામાં આવે તેવી શહેરીજનોએ માંગ ઉઠાવી છે. રાજુલા પંથકમાં આવેલ તાલુકામાંથી જતા ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગે ભારે વરસાદના કારણે ધોવાણ થયું છે જેથી વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તંત્ર માર્ગો અંગે સમીક્ષા કરી તાકીદે સમારકામ ખાડા બુરવા વિવિધ કામગીરી શરૂૂ કરે તેવું લોકો ઇચ્છિ રહ્યા છે અને માંગ ઉઠાવી રહ્યા છે.
આ મુદ્દે માર્ગ મકાન વિભાગના અધિકારી અભિજીતસિંહ ગોહિલનો સંપર્ક કરતા જણાવેલ રાજુલા બાઢડા માર્ગ નો ખાલી હવે વર્ક ઓડર દેવાનો બાકી છે અને બે ત્રણ દિવસ વરસાદ ન આવે તો સ્પેચ વર્કની કામગીરી શરૂૂ કરીશું.