For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીને પૂછપરછ માટે પોલીસનું સમન્સ

05:36 PM May 16, 2025 IST | Bhumika
અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીને પૂછપરછ માટે પોલીસનું સમન્સ

પાયલને સાક્ષી બનાવવાનો ખેલ રચાયાનો કોંગ્રેસનો આરોપ

Advertisement

અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીની દૂર થવાનું નામ લઇ રહી નથી. રોજ કોઈ કોઈ નવો વળાંક લેટરકાંડમાં આવે છે. સીધી રીતે નહિ તો આડકતરી રીતે પણ આ કેસને ડામવાના પ્રયત્નો કરવામાં આવે છે. આજે ફરી એક વખત પાયલ ગોટીને સમન્સ પાઠવવામાં આવ્યું છે. અને તેને પોલીસ સ્ટેશન પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. આ કેસમાં હજુ સવાલ જવાબની જરૂૂર પડી છે.

આ સમન્સના પગલે ફરી એક વખત અમરેલીનું રાજકારણ ગરમાયુ છે. પ્રદેશ કોંગ્રેસના મહિલા નેતા જેની ઠુમ્મરે પાયલ ગોટી મુદ્દે સરકાર પર પ્રહારો કર્યા છે. સોશિયલ મીડિયામાં પાયલ ગોટીને પોલીસે મોકલેલ સમન્સ સાથે પ્રહાર કરતા તેમણે લખ્યું છે કે, અમરેલી પત્રકાંડ અંતર્ગત હજુ સુધી નિર્લિપ્ત રાય સરનો રીપોર્ટ સુપ્રત નથી થઈ શક્યો.. અસલી પત્રનો ઋજક રીપોર્ટ પણ નથી આવ્યો.. અને રહી રહીને પાયલ ગોટીને પોલીસ દ્વારા કેસમાં સાક્ષી બનાવવાના કારસા શું સુચવે છે? ગુજરાતના ડીજીપીને જાન્યુઆરી મહિનામાં અરજી આપી રજૂઆત કરી એ જ સત્ય છે તો ન્યાય આપો બીજી બધી રાજરમતો કરી દીકરીને હેરાન કરવાનો સિલસિલો યથાવત રાખવા માટે જવાબદાર કોણ?

Advertisement

ઉલ્લેખનયી છે કે, અમરેી ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયા અને ભાજપના સ્થાનિક હોદેદારોના લેટરકાંડમાં ટાઈપીસ્ટ તરીકે નોકરી કરતી પાયલ ગોટી નામની યુવતિની પણ પોલીસે અટકાયત કરી આરોપીની માફક સરઘસ કાઢતા સમગ્ર ગુજરાતમાં ભારે ખળભળાટ મચી ગયો હતો અને આસરઘસકાંડમાં પાંચ પોલીસમેનને સસ્પેન્ડ કરાયા હતાં.હવે ફરી વખત પાયલ ગોટીને પુછપરછ માટે સમન્સ પાઠવવામાં આવતા આ મુદ્દો ફરી ચર્ચાસ્પદ બન્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement