પોલીસ સામે કોઈ ફરિયાદ નહીં હોવાનું પાયલનું નિવેદન ચર્ચાસ્પદ
અમરેલી સરઘસ કાંડમાં પાયલ ગોટીએ નોંધાવેલા નિવેદનની કોપી પણ સામે આવી છે. જેમા પોલીસ સામે ફરિયાદ નહીં હોવાનુ જણાવતી પાયલ જોવા મળી છે. ત્યારે સવાલ એ છે કે શું પોલીસે પાયલ ગોટી સાથે ગેરવર્તન કર્યું હતું? પાયલે પોલીસ પર લગાવેલા ગેરવર્તનના આરોપમાં કેટલી સચ્ચાઈ છે? લેટરકાંડની ગરમાયેલી રાજનીતિ વચ્ચે પાયલ ગોટીના નિવેદનની કોપી સામે આવી છે.
જેમાં પાયલે કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષના નિવેદનમાં દાવો કર્યો હતો કે પોલીસ સામે કોઈપણ ફરિયાદ નથી. મેજિસ્ટ્રેટ સમક્ષ પાયલ ગોટીએ આપેલા નિવેદનની કોપી સામે આવી છે. કોર્ટે પાયલને પૂછ્યું હતું કે, તેને પોલીસ વિરુદ્ધ કોઈ ફરિયાદ છે કે કેમ? ત્યારે તેણે કોઈપણ ફરિયાદ નહીં હોવાનો દાવો કર્યો હતો.
તો પછી સાચું શું છે? કેમકે પોલીસે પાયલ ગોટી સાથે ગેરવર્તન કર્યાનો પણ આરોપ લાગ્યો છે. ખુદ પાયલ ઉપરાંત કોંગ્રેસ દાવો કરી રહ્યું છે કે પોલીસે પાયલને પટ્ટાથી માર માર્યો હતો. જ્યારે બીજી તરફ પાયલ ને એસ આઇ ટી ટીમ દ્વારા અમરેલી અમરેલી હોસ્પિટલ ખાતે લઈ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ એસઆઇટી ની ટીમ ની ગાડી ને રોકી અને પાયલને નીચે ઉતારી દીધી હતી અને તેને ઘરે જવાનું કહ્યું હતું.
બાદમાં પોલીસ દ્વારા રાત્રીના મેડિકલ ની ટીમ એચડીએમ ની રૂૂબરૂૂમાં મેડિકલ કરવા જણાવેલ હતું ત્યારે પાયલ એ સ્પષ્ટ ના કીધેલી હતી અને તે એવું કીધેલું હતું કે હું કાલે સવારે હોસ્પિટલે પહોંચી જઈશ ત્યાં મારું મેડિકલ કરશો ત્યારે એક તરફ પાયલ પોલીસ ઉપર આક્ષેપો કરી લે છે કે મને માર માર્યો અને બીજી તરફ તે મેડિકલ થી કેમ ભાગી રહી છે તે પણ એક મોટો પ્રશ્ન ઉભો થાય છે.