For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમરેલીમાં નિર્દોષ દીકરીનું સરઘસ કાઢવા સામે પાટીદારો લાલધૂમ

12:05 PM Jan 03, 2025 IST | Bhumika
અમરેલીમાં નિર્દોષ દીકરીનું સરઘસ કાઢવા સામે પાટીદારો લાલધૂમ

જામનગરમાં પટેલ યુવા ગ્રૂપે મુખ્યમંત્રીને આવેદન પાઠવી જવાબદારો સામે કાયદાકીય પગલાં ભરવા કરી માગણી

Advertisement

અમરેલીમાં થયેલા લેટરકાંડમાં એક નિર્દોષ પાટીદાર યુવતીને ખોટા આરોપમાં ફસાવી જેલમાં ધકેલી દેવામાં આવી છે તેવી ઘટના સામે પટેલ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે જામનગર પટેલ યુવા ગ્રુપે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદન પાઠવીને નિર્દોષ યુવતીને ન્યાય આપવાની માગણી કરી છે. અમરેલી સ્થાનિક ભાજપના નેતાઓ વચ્ચેના ઝઘડામાં એક પાટીદાર સમાજની યુવતીને ખોટી રીતે ફસાવી દેવામાં આવી છે. આ યુવતી કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતી હતી અને તેના માલિકના કહેવાથી તેણે એક લેટર ટાઈપ કર્યો હતો. આ લેટરકાંડમાં આ યુવતીનો કોઈ વાંક ન હોવા છતાં પોલીસે રાત્રે 12 વાગ્યે તેની ધરપકડ કરી અને જાહેરમાં તેનું સરઘસ કાઢ્યું હતું.

પટેલ યુવા ગ્રુપે આવેદનમાં જણાવ્યું છે કે, આ ઘટનામાં કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. અમરેલી જીલ્લામાં સ્થાનિક લેવલે ભારતીય જનતા પાર્ટી ના અંદરો અંદર ડખા ના કારણે પાર્ટીમાં લેટર કાંડ થયેલ છે.જે પૈકી પાટીદાર સમાજ ની એક દીકરી કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતી હતી, જેમણે પોતાના માલિક ના કહેવા પ્રમાણે ટાઈપિંગ નું કામ કરતી હોય આ ઘટનામાં પણ તેમના માલિક ના કહેવા પ્રમણે તેમણે લેટર ટાઈપ કરેલ હોય,જેમાં આ દીકરી નો ઇરાદો કોઈ ને બદનામ કરવાનો ન હતો,આ બાબતની જાણ ભાજપ ના રાજકીય આગેવાનો ને હોવા છતાં આ નિર્દોષ દીકરીને લેટર કાંડમાં ખોટીરીતે આરોપી બનવી અને રાત્રે 12:00 વાગ્યે કાયદા થી વિરુદ્ધ જઈ ને પોલીસે ધરપકડ કરી અમરેલી શહેર માં દીકરી નું જાહેરમાં સરઘસ કાઢીને રાજકીય નેતાઓ અને પોલીસ પોતાનો અહમ સંતોષી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, જયારે બીજી તરફ રાજ્ય માં અનેક ગંભીર ગુનાહિત કૃત્યો કરનારા ગુનેગારો ખૂલ્લે આમ ફરી રહ્યા છે,આવા ગુનેગારો ને પકડીને કાયદાનો પાઠ ભણાવવાને બદલે આ નિર્દોષ દીકરી ઉપર આવો અત્યાચાર શા માટે....?, બંધારણ ની જોગવાઈ અને કાયદા મુજબ જ્યારે એક મહિલા આરોપી હોય ત્યારે તેમની ધરપકડ રાત્રિ ના સમયે ના કરવી જોઈએ, આરોપી મહિલા હોય તો તેમના ફોટા અને વિડીયો વાઇરલ ન કરવા જોઈએ તેમજ તેમની ઉપર લાગેલા આરોપ જ્યાં સુધી સાબિત ન થાય ત્યાં સુધી તેમની ઓળખાણ જાહેર ન કરવાની કાયદામાં જોગવાઈ છે.

Advertisement

તો આ બાબતે યોગ્ય તપાસ કરી દીકરીને યોગ્ય ન્યાય મળે તેવી અમારી નીચે મુજબ ની માંગણી છે.આ આખા કાંડમાં દીકરી નિર્દોષ છે,જેથી કરીને દીકરી નું નામ ફરિયાદ માથી દૂર કરવામાં આવે તેમજ દીકરીને નિર્દોષ જાહેર કરવામાં આવે તથા સત્વરે સ્વમાનભેર દીકરી ને જેલ મુક્ત કરવામાં આવે, કાયદા થી વિરુદ્ધ જઈ પોતાની મરજી મુજબ મનમાંની કરી દીકરી નું જાહેરમાં સરઘસ કાઢનાર જવાબદાર પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કાયદાકીય સિક્ષાત્મક પગલાં ભરવામાં આવ.વહેલી તકે ન્યાયિક તપાસ કરી દીકરી સ્વાભિમાન ભેર નિર્દોષ જાહેર થાય તે બાબતે વહેલમાં વહેલી તકે પગલાં ભરવા વિનંતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement