એક ટોળી ખુદ નાર્કોટેસ્ટની માગણી કરે અને બીજી ટોળી મોઢું છુપાવે: ધાનાણીનું તીર
અમરેલી લેટરકાંડમાં ગુરૂ સહિત ચેલાઓના નાર્કોટેસ્ટ કરાવી ગુનેગારોને રાજકિય ફાંસીના માચડે ચડાવવા માંગ
અમરેલીના કથિક લેટરકાંડે હવે રાજકીય રાજકીય સ્વરૂૂપ ધારણ કર્યુ છે. તાજેતરમાં આ કેસમાં જામીન પર બહાર આવેલા મનિષ વઘાસીયાએ આ મામલે મોટા ઘટસ્ફોટ કર્યા હતા જેમાં તેમણે જણાવ્યું હતુ કે, પોલીસે મુકેશ સંઘાણી, દિલિપ સંઘાણી, અશ્વિન સાવલિયા, બાવકુ ઉંધાડ, પૂર્વ સાંસદ નારણ કાછડિયા, સુરેશ શેખવા સહિતનાનું નામ લેવા માટે માર મારીને દબાણ કરવામાં આવ્યું હતુ ત્યારે આ કેસમાં પોતાનું નામ ઉછળતા હવે એક્શનમાં આવ્યા છે તેમણે આ મામલે હવે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
અને અમરેલી લેટર કાંડની હાઈકોર્ટનાં નિવૃત જજની અધ્યક્ષતામાં તપાસ કરવા નેતાએ માંગ કરી છે આ સાથે આ કેસમાં કહેવાતા સાચા કે ખોટા પત્ર સાથે મારે કોઈ લેવા દેવા નથી. અને પોતે નાર્કોટેસ્ટ કરવા તૈયાર હોવાનું જણાવ્યું હતું.ત્યારે દિલીપ સંઘાણીના આ પત્ર બાદ હવે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીની પ્રતિક્રિયા સામે આવી છે.
બીજી તરફ લેટર કાંડ અંગે દિલીપ સંઘાણીએ કરેલા નાર્કોટેસ્ટની માંગણી બાદ ધાનાણી મેદાનમાં આવ્યા છે. જેમાં અમરેલીની આબરૂૂ બચાવો સાથે ધાનાણીએ ટ્વીટ કર્યું છે. જેમાં તેમણે સીઆર પાટીલ પર કટાક્ષ કરતા લખ્યું છે કે, સમગ્ર ગુજરાતને કલંકિત કરનારી કમનસીબ ઘટના ઈ પાટીલ ગેંગનું જ ગુનાહિત ષડયંત્ર છે સીટીંગ જજને તપાસ સોંપો અને ગુજરાતના ભાજપના ગુરુ સહિત બંને ચેલકાઓના સત્વરે નાર્કોટેસ્ટ કરાવો, જે કોઈ ગુનેગાર હોય તેને રાજકીય ફાંસીના માંચડે ચડાવો આ સાથે બીજા ટ્વિટમાં તેમણે કૌશિક વેકરિયા પર કટાક્ષ કરતા કહ્યુ કે, એક ટોળી ખુદ પોતાના જ નાર્કોટેસ્ટની માંગણી કરે છે,અને બીજી ટોળી એક એક મહીનાથી મોંઢુ છુપાવે છે, એક એક મહિનાનુ અકળ મૌન ઈ કલંકીત ગુનાનો એકરાર છે.!આમ કૌશિક વેકરિયાના મૌન પર તેમણે ટ્વિટ કરીને કટાક્ષ કર્યો છે. ત્યારે આમ નારી સ્વાભિમાન આંદોલન તળે ફરી ધાનાણીનું ટ્વીટ સામે આવ્યું છે પરેશ ધાનાણીના ટ્વીટથી રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે.