For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમરેલીના લેટરકાંડમાં નવો વળાંક : પાયલ ગોટી સામે પુરાવા ન મળતા સી-સમરી રિપોર્ટ કર્યો

01:46 PM Oct 17, 2025 IST | Bhumika
અમરેલીના લેટરકાંડમાં નવો વળાંક   પાયલ ગોટી સામે પુરાવા ન મળતા સી સમરી રિપોર્ટ કર્યો

રિપોર્ટ કોર્ટમાં સબમીટ કરીને પાયલ ગોટીને છૂટકારો આપી દેવામાં આવશે

Advertisement

અમરેલીના બહુચર્ચિત લેટર કાંડ કેસમાં આજે મોટો વળાંક આવ્યો છે. અમરેલી સાયબર પોલીસે જિલ્લા જ્યુડિશિયલ કોર્ટને સી-સમરી (પુરાવા ન અળગતા કેસ)નો રિપોર્ટ કર્યો છે, જેમાં મુખ્ય આરોપી તરીકે નામ આવેલી પાયલ ગોટીને કેસમાંથી સંપૂર્ણપણે બાહ્ય કરવામાં આવી છે. આ નિર્ણય પુરાવાના અભાવે લેવાયો છે, જેના કારણે પાયલ પરના તમામ આરોપો પાછા ખેંચાઈ ગયા છે.

જોકે, કેસમાં સામેલ અન્ય ત્રણ આરોપીઓ મનીષ વઘાસીયા, અશોક માંગરોળીયા અને જીતુ ખાત્રાણી વિરુદ્ધ ગુનાઓ યથાવત રહેશે. પોલીસ રિપોર્ટમાં કલમ 338 (ભૂલથી ઘાતક અપરાધ)નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે ભૂલથી ઉમેરાયેલું હોવાનું જણાવાયું છે, અને તેને કાઢી નાંખવામાં આવી છે.

Advertisement

ઉલ્લેખનિય છે કે, અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના બે નેતાઓ વચ્ચે થયેલા વિખવાદ અને વિવાદ બાદ થયેલી પોલીસ ફરિયાદમાં એક પાટીદાર યુવતીને આરોપી બનાવીને પછી કથિતપણે તેમનું જાહેરમાં સરઘસ કાઢવાનો મામલો સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બન્યો હતો.ઘટના બની તે સમયે અગાઉ અમરેલી જિલ્લાના જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે કહ્યું હતું,આખી પ્રક્રિયા કાયદાની મર્યાદામાં રહીને કરવામાં આવી છે.એવું કંઈ નહોતું કે જે અમે કોર્ટના ઑર્ડર વિરુદ્ધ કર્યું હોય. આ આખી ઘટનાને કોઈ બીજું જ સ્વરૂૂપ આપી દેવાયું હતું.તો હવે તેમની પોલીસને જ સી-સમરી રિપોર્ટ આપીને પાયલ ગોટીને ક્લિન ચીટ આપવી પડી છે.

પાયલને 3 જાન્યુઆરી 2025ના રોજ જામીન મળ્યા અને તેઓ જેલમુક્ત થયા પરંતુ ત્યારબાદ પણ તપાસ ચાલુ રહી હતી. મે 2025માં તેમને સાયબર ક્રાઇમ પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા જેમાં તેમને સાક્ષી તરીકે રજૂ કરવાની ચર્ચા થઈ હતી. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ પાયલને ન્યાય અપાવવા માટે અમરેલીમાં બંધનું આયોજન કર્યું હતું.જેમાં પાટીદાર સમાજના લોકોએ સમર્થન આપ્યું હતું. ફોરેન્સિક લેબ (એફએસએલ)ની રિપોર્ટમાં પત્રિકા નકલી હોવાનું ક્ધફર્મ થયું હતું, પરંતુ પાયલની મદદગારી સાબિત થઈ નથી.

આ નિર્ણયથી પાયલ અને તેમના પરિવારને રાહત મળી છે, જેમણે પોલીસ પર રાજકીય દબાણ હેઠળ કેસ કરાયો હોવાના આક્ષેપો કર્યા હતા. અન્ય ત્રણ આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમો 420 (ધોખાધડી), 465 (જાળવણી), 471 (જાળવણીનો ઉપયોગ) તેમજ આઈટી એક્ટ હેઠળ કાર્યવાહી ચાલુ રહેશે. કોર્ટ આ રિપોર્ટ પર આગામી સુનાવણી કરશે. જો કોઈ વાંધો ન હોય તો કેસ સી-સમરી રિપોર્ટને માન્ય રાખી શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement