અમરેલી ભાજપના પૂર્વ મંત્રીના હત્યા કેસમાં નવો વળાંક: એક માસ બાદ મૃતક મધુબેન સહિત છ વિરુદ્ધ ફરિયાદ
અમરેલી જિલ્લા ભાજપના પૂર્વમંત્રી અને ધારી તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય મધુબેન જોષીના હત્યા કેસમાં નવો વાળાંક આવ્યો હોય તેમ કોર્ટના હુકમથી મૃતક મધુબેન જોષી અને તેના વકીલ પુત્ર રવિ જોશી સહિતના છ વ્યક્તિ વિરુદ્ધ દાખલ કરવા હુકમ કરતા ગુનો નોંધાયો છે મુખ્ય આરોપીએ કરેલી પરીક્ષા આપવા માટે કરેલી વચગાળાની જામીન અરજી અદાલતે મંજૂર કરતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ અમરેલી જિલ્લા ભાજપના પૂર્વમંત્રી અને ધારી તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય મહિલા નેતા મધુબેન જોષીની ભાઈબીજના દિવસે શિવનગર સોસાયટીમાં આવેલા મેદાનના ખૂણા પાસે ફટાકડા ફોડવા જેવી બાબતે હત્યા કરવામાં આવી હતી જે હત્યાના ગુનામાં આરોપી હરિઓમ મહેતા, જયઓમ મહેતા અને ઋષિક મહેતાની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા જે ઘટના અંગે આરોપી જયઓમ મહેતાએ ક્રોસ ફરિયાદ નોંધાવા અરજી કરી હતી. ક્રોસ ફરિયાદ નહીં નોંધાતા જયઓમ મહેતાએ ધારી પોલીસ મથકના પીઆઇ અને અમરેલી જિલ્લા પોલીસવડા વિરુદ્ધ અદાલતમાં અરજી કરી તાત્કાલિક ફરિયાદ નોંધવા દાદ માંગી હતી ઘટનાના એક માસ બાદ કોર્ટના હુકમથી પોલીસે મૃતક ભાજપ મહિલા અગ્રણી મધુબેન જોશી અને તેના વકીલ પુત્ર રવિ જોશી સહિત છ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.મહિલા ભાજપ અગ્રણીની હત્યાના ગુનામાં જેલ હવાલે રહેલા મુખ્ય આરોપી જયઓમ મહેતાએ પોતાને અભ્યાસ ચાલુ હોય અને પરીક્ષા હોવાના કારણસર કરેલી વચગાળાની જામીન અરજી કોર્ટે મંજૂર કરતો હુકમ કર્યો છે.
આ કેસમાં અરજદાર આરોપી જયઓમ મહેતા વતી પ્રખ્યાત ધારાશાસ્ત્રી શ્યામલભાઈ સોનપાલ, સંજયભાઈ જોષી, મનોજભાઈ તંતી, નિલેશભાઈ વેકરીયા, મલ્હાર સોનપાલ, કુમારી ત્રિશલા જોષી તથા લીગલ આસીસ્ટન્ટ તરીકે ખુશી પંડયા, ઋષિ જોષી અને દિવ્યા જાની રોકાયા છે.