પાયલ ગોટી અને દિલીપ સંઘાણી વચ્ચે મુલાકાતથી નવી અટકળો
અમરેલીમાં લેટરકાંડમાં પાયલ ગોટીના સરઘસને લઈને ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે. એક તરફ કોંગ્રેસના નેતાઓ દ્વારા આ મુદ્દે પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે આંદોલન કરવામાં આવી રહ્યુ છે. ત્યારે બીજી તરફ પાયલ ગોટીએ યું ટર્ન લીધો હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે.મળતી માહિતી મુજબ અમરેલીની પાટીદાર યુવતી પાયલ ગોટીએ ભાજપના નેતા દિલીપ સંઘાણી સાથે ખાનગી મુલાકાત કરી છે. 2 દિવસ પહેલા અમરેલીની જિલ્લા મધ્યસ્થ બેંક ખાતે પાયલ ગોટી પરિવાર સાથે દિલીપ સંઘાણીને મળી હતી.
દિલીપ સંઘાણી સાથે પાયલ ગોટીની શુ વાત થઈ તે હજુ બહાર આવ્યું નથી પરંતુ કોંગી નેતાઓનાં નારી સ્વાભિમાન આંદોલન તળે ન્યાય માટે માંગ કરી રહ્યા છે ત્યારે પાયલ ગોટી દિલીપ સંઘાણીને મળતા પાયલ ગોટીએ યું ટર્ન લીધો કે, નોકરી માટે અરજી કે પછી નકલી લેટર કાંડનું સમાધાન કરવા માટે મળી છે તેવી અનેક અટકળો વહેતી થઈ છે.ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ચેરમેન દિલીપ સંઘાણીએ પાટીદાર દીકરીને સહકારી સંસ્થામાં નોકરી આપવાની જાહેરાત કરી હતી. તે પહેલા પણ તેઓ જેલમાં પાયલ ગોટીને મળવા પહોંચ્યા હતા. ત્યારે હવે ભાજપના નેતા દિલીપ સંઘાણીએ પાયલ ગોટી મળવા આવી હોવાની પુષ્ટિ આપી છે. ત્યારે પાયલ ગોટી અને દિલીપ સંઘાણી વચ્ચે થયેલી વાતચીત ખાનગી રહેતા રાજકારણ ગરમાયું છે. ભાજપના નેતા દિલીપ સંઘાણીને પાયલ ગોટી મળતા અનેક અટકળો તેજ થઈ છે.