For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમરેલીમાં નાર્કોટિક્સ સ્નિફર ડોગે 1.39 કિલો ગાંજો શોધ્યો, એક શખ્સ ઝડપાયો

11:43 AM May 13, 2025 IST | Bhumika
અમરેલીમાં નાર્કોટિક્સ સ્નિફર ડોગે 1 39 કિલો ગાંજો શોધ્યો  એક શખ્સ ઝડપાયો

અમરેલી શહેરમાં સ્પેશ્યલ ઓપરેશન બ્રાન્ચે નાર્કોટિક્સ સ્નિફર ડોગ ડમીની મદદથી મોટી સફળતા મેળવી છે. જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની સૂચના હેઠળ, પી.આઈ. આર.ડી. ચૌધરીની ટીમે હનુમાનપરા મેઇન રોડ પર આવેલ પાઠક સ્કૂલની બાજુમાંથી આરોપીની ધરપકડ કરી છે.

Advertisement

ખાનગી બાતમીના આધારે કરવામાં આવેલી રેડમાં ગૌરાંગભાઈ રણછોડભાઈ જોષીને 1.394 કિલોગ્રામ સૂકા ગાંજા સાથે પકડી પાડવામાં આવ્યા છે. આ ગાંજાની કિંમત રૂૂ. 13,940 આંકવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી મોબાઈલ અને બાઈક સહિત કુલ રૂૂ. 54,190નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પૂછપરછ દરમિયાન આરોપીએ અરવિંદભાઈ કુંભારનું નામ જાહેર કર્યું છે, જેને પકડવા માટે પોલીસે કાર્યવાહી શરૂૂ કરી છે. સમગ્ર કેસ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. આ ઓપરેશનમાં સંજયભાઈ પરમાર, યુવરાજસિંહ સરવૈયા, નાજભાઈ પોપટ, રાઘવેન્દ્રભાઈ ધાધલ, જીજ્ઞેશભાઈ પોપટાણી, અરવિંદભાઈ ચૌહાણ, સ્વાગતભાઈ કુંવરિયા, રાહુલભાઈ મહેતા અને સાહિર ડોગ ટીમનો સમાવેશ થાય છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement