ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ધારીમાંથી પાક-અફઘાન કનેકશન ધરાવતા મૌલાનાની અટકાયત

06:36 PM May 02, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

મૌલાનાના મોબાઇલમાંથી પાક અને અફઘાનીસ્તાનના સાત વોટ્સએમ ગ્રુપ મળ્યા

Advertisement

જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડ પર છે. ત્યારે અમરેલી SOGએ એક શંકાસ્પદ મૌલાનાને ઉઠાવીને પુછપરછ શરૂૂ કરી છે. જેમાં તેના વોટ્સએપમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સાત જેટલા ગ્રુપ મળતા પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે મૌલાના મુળ અમદાવાદના જુહાપુરાો વતની છે અને તે છેલ્લા દોઢ વર્ષથી ધારીમાં રહેતો હતો. મૌલાના પાસે રહેલા આધાર પુરાવાની પોલીસે ચકાસણી શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ ધારીના હિમખીમડીપરાના મદ્રેસા

માં ભણાવતા મૌલાના મોહમદફઝલ અબ્દુલઅજિજ શેખ પર SOGને શંકા જતાં તેના આધાર પુરાવા માગ્યા હતા. જોકે, મૌલાનાએ કોઇ આધાર પુરાવા રજૂ ન કરતાં SOGએ ધારી પોલીસ મથકે લાવીને તેની પુછપરછ કરતાં તે મુળ અમદાવાદના જુહાપુરાનો રહેવાસી હોવાનો ખુસાસો થયો છે.

મૌલાના પાસે રહેલા મોબાઇલમાં તપાસ કરતા મોબાઇલમાં પાક-અફઘાનના 7 વોટ્સએપ ગ્રુપ મળ્યા પોલીસે મૌલાના મોહમદફઝલ અબ્દુલ અજિજ શેખ સામે જાણવાજોગ દાખલ કરીને તેનો મોબાઇલ કબ્જે લઇને મોબાઇલની ઊંડાણ પૂર્વક તપાસ કરતાં મોબાઇલમાંથી સાત પાકિસ્તાન અને આફઘાનિસ્તાનના ગ્રુપ મળી આવ્યા છે. જેની પોલીસ હાલ તપાસ કરી રહી છે. આ કેસની તપાસ એસઓજીના પીઆઇ આર.ડી.ચૌધરી ચલાવી રહ્યા છે.

આ અંગે અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું છે કે, મૌલાનાની શંકાસ્પદ પ્રવૃતિઓ લાગતા તેની અટકાયત કરીને પુછપરછ કરતા તેનું પાકિસ્તાની કનેક્શન હોવાનું લાગી રહ્યું છે. જોકે, હજી તેની પુછપરછ ચાલુ છે. આ મૌલાના પાકિસ્તાની કનેક્શન ધરાવે છે કે કેમ તે તેની તપાસ બાદ સામે આવશે. ઉપરાંત સ્થાનિક ધારીમાં મૌલાના સાથે ગાઢ સંબંધ ધરાવતા શકમંદો બાબતે પણ એસઓજી તપાસ ચલાવી રહી છે. મૌલાના દોઢ વર્ષ પુર્વે અમદાવાદના જુહાપુરાથી ધારીના હિમબીમડીપરાના મદ્રેસામાં લઘુમતિ સમાજના બાળકોને ભણાવતો હોવાનું પણ જાણવા મળ્યું છે.

Tags :
amreliamreli newsgujaratgujarat newsMaulana
Advertisement
Advertisement