ખાંભાના પરિણીત પ્રેમીપંખીડાએ સજોડે ઝેરી દવા પી લેતા સારવારમાં બન્નેના મોત
મૃતકના પરિવારમાં શોક, ઘરેથી ભાગીને બન્નેએ પગલુ ભર્યું હતું
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં રહેતા જયસુખ સાંખટ (ઉં.વ. 40) અને નાનુડી ગામની અફસાના કુરેશી (ઉ.35) વચ્ચે પ્રેમસંબંધના કારણે ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. બંને વ્યક્તિઓ પોતાના સમાજમાં પરણીત હતા અને સંતાનોના માતા-પિતા હતા. તેમ છતાં તેઓ વચ્ચે પ્રેમસંબંધ હતો. બન્નેએ ભાગીને ઝેર પી લીધુ હતું અને તેઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી તેમની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન બંનેના મોત થયા છે. હાલ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
બંને વ્યક્તિઓ અગાઉથી પરણીત હતા અને સંતાનો ધરાવતા હોવા છતાં પ્રેમસંબંધમાં જોડાયા હતા. આ સંબંધના કારણે તેઓએ ભાગી જવાની અને અંતે જીવન ટૂંકાવવાની ચકચાર મચાવતી ઘટના સર્જી છે.
સુસાઈડ પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના ખાંભા અને આસપાસના વિસ્તારોમાં ચર્ચાનો વિષય બની છે. પરિવારો અને સમાજ માટે આ ઘટના ચિંતાજનક છે અને પ્રેમ સંબંધના કારણે જીવન ટૂંકાવવાના આ પગલાને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે.