For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમરેલીના મતીરાળા ગામની સીમમાંથી રૂા.77.93 લાખના ગાંજાનું વાવેતર પકડાયું

01:01 PM Nov 17, 2025 IST | admin
અમરેલીના મતીરાળા ગામની સીમમાંથી રૂા 77 93 લાખના ગાંજાનું વાવેતર પકડાયું

અમરેલી એસઓજી દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવાના ભાગરૂૂપે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કેરાળા ગામથી માતીરાળા ગામની સીમ વિસ્તારમાં એક વાડીમાંથી મોટા પાયે ગાંજાનું વાવેતર ઝડપી પાડવામાં આવ્યું છે. આ કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એસઓજીએ રૂા.77.93 લાખના ગાંજાનું વાવેતર પકડી પાડયું હતું.

Advertisement

એસઓજીની ટીમે બાતમીના આધારે આ વાડી પર દરોડો પાડ્યો હતો. આરોપીએ ભાગ્યું રાખેલ વાડીના ખેતરમાં કપાસની ખેતીના આડમાં ગાંજાનું વાવેતર કર્યું હતું. દરોડા દરમિયાન પોલીસે કુલ 48 લીલા ગાંજાના છોડ જપ્ત કર્યા હતા.

આ છોડનું કુલ વજન 155 કિલો 865 ગ્રામ થયું હતું, જેની આશરે કિંમત રૂૂ. 77,93,250 થવા જાય છે. પોલીસે આ સમગ્ર મુદ્દામાલ કબજે કર્યો છે. ઘટના સ્થળેથી વાડીએ ભાગ્યું રાખી ખેતી કરનાર છના હરી પંચાલા (ઉ.વ. 50, રહે. કેરાળા જોગણી) ને અમરેલી એસઓજી દ્વારા દબોચી લેવામાં આવ્યો હતો.આરોપીની પૂછપરછ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમરેલી એસઓજીની આ સફળ કામગીરીથી જિલ્લામાં ગેરકાયદેસર ડ્રગ્સની હેરાફેરી અને વાવેતર કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement