કેરીના ભાવ દાંત ખાટા કરશે: સિઝન અગાઉ જ આંબામાં મોર ખરવા લાગ્યા
વાતાવરણની અસર થતા ખેડૂતો ચિંતાતૂર, ગુણવત્તા બગડવાનો ભય
અમરેલી જિલ્લામાં અને ખાંભા ગીરમાં શરૂૂઆતમાં આંબામાં સારૂૂ ફ્લાવરિંગ જોઈ ખેડૂતો ખુશ થયા હતા અને સારા ઉત્પાદનની ખેડૂતોને આશા સેવાઈ હતી બાદ છેલ્લા ઘણા દિવસ વાતાવરણ બગડતા આંબાના મોર ખરવા લાગ્યા અને રોગ આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે.
અમરેલી અને ગીર જંગલના આસપાસના વિસ્તારમાં આંબામાં સારૂૂ ફ્લાવરિંગ જોઈ ખેડૂતો ખુશ થયા હતા અને સારા ઉત્પાદનની આશા સેવાઇ હતું પરંતુ છેલ્લા ઘણા દિવસોથી સતત ઝાકર આવવાથી અને મધિયો, થ્રીપ અને ગળો આવવાથી કેરીનો પાક ખરવા લાગ્યો છે અને ખેડૂતોની આશા ઠગારી નીવડે તેવી ખેડૂતો આશંકા વ્યક્ત કરી રહ્યા છે. અને ગુણવતામા અસર પડશે તો સારા ગુણવતાની કેરીના ભાવ પણ વધવાની સંભાવના ખેડૂતોએ વ્યકત કરી છે.
ખેડૂતોને એક આંબામાંથી 200-250 કિલો કેરી ઉતરવાની આશા હતી પરંતુ હાલની સ્થિતિ જોતા 130થી 150 કિલો કેરી ઉતરે તેવી સ્થિતિ થઈ ગઈ છે અને ખેડૂતો આંબામાં દવાનો છંટકાવ કરવા છતાં રોગ જતો ન હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.આંબાના બગીચાના ખેડૂતોએ જણાવ્યું હતું કે ઇજારદારો શરૂૂઆતમાં સારું ફલાવરિંગ જોઈ આંબાનો બગીચો રાખી અને લાખ રૂૂપિયા આપી બગીચો રાખી લીધો હતો હાલ હવે ઇજારદરો આંબામાં રોગ અને ફલાવરિંગ ખરી જવાથી ભાગી રહ્યા છે અને શરૂૂઆતમાં બગીચો રાખી અને બાનું આપ્યું હતું તે જતું કરી આવતા ન હોવાનો કેરી પકવતા ખેડૂતો વસવટો વ્યક્ત કરી રહ્યા હતા.