વડિયામાંથી ખનીજ ભરેલું ડમ્પર કબજે કરતા મામલતદાર
અમરેલી જિલ્લા માં લેટરકાંડ પછી ખનીજ ચોરી અને ખનન માફિયાઓનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે ત્યારે સમગ્ર જિલ્લા ના વ્યવસ્થા તંત્રએ ખનન માફિયાઓ સામે લાલ આંખ કરી રોયલ્ટી પાસ વગરનુ ખનીજ અને ઓવર લોડેડ વાહનો ને ઝડપી તેમની પર કાર્યવાહી કરવા સૂચનાઓ અપાઈ છે.
અમરેલી જિલ્લા ના વડિયા કુંકાવાવ તાલુકા માં વડિયાના ઇન્ચાર્જ મામલતદાર અને તેમની ટીમ દ્વારા વડિયા માંથી પસાર થતા ખનીજ ના ડમ્પર GJ10T9105 ને રોકી તેમના ચાલાક પાસે રોયલ્ટી પાસ પરમીટ માંગતા તેમની પાસે ના હોવાથી તે અગિયાર ટન ખનીજ સાથે કુલ રૂૂપિયા 702883/-નો મુદ્દામાલ જપ્ત કરી તેમની પર ગેરકાયદેસર ખનીજ બાબતે નિયમાંનુસાર કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી માં વડિયાના ઇન્ચાર્જ મામલતદાર, સર્કલ ઓફિસર અને રેવન્યુ તલાટી જોડાયા હતા. વડિયા પંથક માં ભુમાફિયાઓ સામે ઇન્ચાર્જ મામલતદાર દ્વારા લાલ આંખ કરાતા માતેલા સાંઢની જેમ દોડતા ભુમાફિયાના વાહન ચાલકો અને ભુમાફિયાઓમા ફાફડાટ ફેલાતો જોવા મળી રહી છે.