ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

VIDEO: અમરેલીમાં મોટી દુર્ઘટના: ગિરિયા રોડ ઉપર ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ, પાયલોટનું મોત

01:50 PM Apr 22, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

 

અમરેલીના ગીરિયા રોડ પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં એક ખાનગી કંપનીનું તાલીમી વિમાન ક્રેશ થતાં પાયલોટનું મોત થયું છે. આ વિમાન અમરેલીમાં કાર્યરત એક ખાનગી પાયલોટ ટ્રેનિંગ સેન્ટરનું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર વિભાગની ટીમ અને પોલીસ તંત્ર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જ્યાં તેમણે બચાવ કામગીરી શરૂ કરી હતી. પ્લેન ક્રેશ થયા બાદ મોટો બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, પ્લેનમાં સવાર એકમાત્ર વ્યક્તિ પાયલોટ હતા, જેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક પાયલોટની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પોલીસ દ્વારા તેમના પરિવારજનોને જાણ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

પ્લેન કયા કારણોસર ક્રેશ થયું તે હજુ અકબંધ છે. જો કે, એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ટેકનિકલ ખામી અથવા અન્ય કોઈ કારણોસર આ દુર્ઘટના બની હોઈ શકે છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ની ટીમ પણ ટૂંક સમયમાં ઘટનાસ્થળે પહોંચીને દુર્ઘટનાના કારણોની ઊંડાણપૂર્વક તપાસ કરશે.

આ દુર્ઘટનાને લઈને પગલે અમરેલી પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ખાનગી પાયલોટ ટ્રેનિંગ સેન્ટરમાં પણ ગમગીની છવાઈ ગઈ છે. પોલીસ દ્વારા હાલમાં ઘટનાસ્થળને કોર્ડન કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે

 

 

 

 

Tags :
amreliamreli newsdeathgujaratgujarat newsplane crashPrivate company plane crash
Advertisement
Next Article
Advertisement