‘ખોવાયા છે, જડે ઇ જાણ કરજો’, અમરેલી લેટરકાંડ મામલે પરેશ ધાનાણીનો કટાક્ષ
અમરેલી પત્રકાંડ અંગે પરેશ ધાનાણીએ એકસ પર પોસ્ટ કરી ભાજપ નેતાઓ પર આકરા પ્રહાર કરી રહ્યા છે. તેમણે અગાઉની ટ્વીટમાં એફએસએલનો રીપોર્ટ જાહેર કરવાની માંગ કરી હતી. ત્યારે હવે વધુ એક ટ્વીટ કરી છે. જેમાં લખ્યું છે કે, ખોવાયા છે, જડે ઈ જાણ કરજો.કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પત્રકાંડને લઈ પાયલ ગોટીના સમર્થમાં આવ્યા છે અને સતત તેઓ ભાજપ નેતાઓ પર આકરા પ્રહાર કરી રહ્યાં છે. ધરણાથી લઈ એકસ પર ટ્વીટનો સતત મારો ચલાવી રહ્યા છે. ત્યારે તેમણે વિરજી ઠુંમરે સાંસદ ભરત સુતરીયા, ધારાસભ્ય મહેશ કસવાલા અને જનક તળાવીયા તેમજ જી વી કાકડીયાને લખેલા પત્ર સાથે એક પોસ્ટ કરી છે. જેમાં લખ્યું છે કે, ખોવાયા છે, જડે ઈ જાણ કરજો, અમરેલીની આબરૂૂને ધૂળધાણી કરનારી કલંકિત ઘટનાને આજે 20-20 દિવસ થયા છતાં ચુંટાયેલા બધા જ ચુપ છે.
અરે ચપટી વગાડનારા તો ખાલી ચુપ જ નહી પણ સદંતર ગુમ છે..? દાદા દવાખાનાનો દરવાજો ખોલવા આવે ત્યારે મોં દેખાડ્યા જેવા રહે તોય સારુ..!મહત્વનું છે કે કૌશિક વેકરીયા વિરુદ્ધ જાહેર થયેલા નકલી પત્રકાંડમાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી હતી. જેમાં પાયલ ગોટીનો પણ સમાવેશ હતો. રિક્ધસ્ટ્રક્શનના નામે પોલીસે આ ચારેય આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. પાટીદાર દીકરીનું જુલૂસ નીકળતા સમગ્ર વિવાદ ઉભો થયો હતો. પાટીદાર આગેવાનો અને નેતાઓએ વિરોધ કરતા પાયલ ગોટીને જેલમાંથી મુક્ત કરવામાં આવી હતી.