રાજુલામાં જ્વેલર્સની દુકાનમાં દાગીનાની ચોરી કરનાર ઈરાની ગેંગનો શખ્સ ઝડપાયો
રાજુલામાં જવેલર્સની દુકાનમાં સોનાના દાગીનાની ચોરી કરનાર ઈરાની ગેંગના એક સભ્યને મહારાષ્ટ્રના ભુસાવલથી અમરેલી એલસીબીએ ઝડપી લીધો હતો. તેમની પાસેથી રૂપિયા 1.50 લાખની રોકડ રકમ કબ્જે કરાયા હતા. રાજુલાની શિક્ષક સોસાયટીમાં રહેતા અમીતભાઈ મહેશભાઈ વાવડીયાની શ્યામ જવેલર્સ નામની સોના- ચાંદીની દુકાનમાં બે અજાણ્યા ઈસમો સોના- ચાંદીના દાગીના ખરીદવાના બહાને દુકાન આવ્યા હતા. આ દરમિયાન નજર ચુકવી સોનાની 4 વીટી અને સોનાના પેન્ડલ સેટ જોડી નંગ 6 મળી કુલ રૂપિયા 326000 કિંમતના દાગીનાની લઈ રફુચક્કર થઈ ગયા હતા. આ અંગે રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. અમરેલી જિલ્લા પોલીસવડા હિંમકરસિંહની સૂચનાથી એલસીબી પીઆઈ એ.એમ.પટેલની રાહબરી નીચે ટીમે મહારાષ્ટ્રના જલગાવના ભુસાવલમાં રહેતા ઈરાની ગેંગના અલીરજા લાલુઅલીને ઝડપી લીધો હતો. ઉપરાંત આ ગુનામાં સંડોવાયેલા અબ્બાસઅલી નિયાજઅલી ઈરાની શોધખોળ હાથ ધરી હતી. તસ્કરોએ સોનાના દાગીના વેચી દીધા હતા. ત્યારે અમરેલી એલીસીબીએ ઈરાની ગેંગના સભ્ય પાસેથી રૂૂપિયા 1.50 લાખની રોકડ રકમ કબ્જે કરી હતી.