વડિયાના ડબલ મર્ડર કેસના સંદર્ભે અપાયેલ આવેદનપત્રમાં દારૂબંધી ફક્ત નામની હોવાની રજૂઆત
તાલુકા ભાજપના અગ્રણીઓની હાજરીમાં અપાયેલા આવેદનપત્રથી દારૂૂબંધીની પોલ ખુલી
અમરેલી જીલ્લા ના વડિયા કુંકાવાવ તાલુકાના ઢૂંઢિયા પીપળીયા ગામે વૃદ્ધ દંપતીની બે રહેમિથી હત્યા નીપજવતા સમગ્ર પંથકમાં અતિ આક્રોશ જોવા મળી રહ્યો છે. આ સંદર્ભે ઢૂંઢિયા પીપળીયા ગ્રામજનો અને ભાજપ અગ્રણીઓ એ વડિયા મામલતદાર ને આપેલા આવેદનપત્રના બીજા ફકરામાં સમગ્ર વાડિયા કુંકાવાવ તાલુકાના ગામડાઓમાં ખુલ્લે આમ દારૂૂ નુ વેચાણ થતુ હોવાની રજુવાત કરવામાં આવી છે સાથે સમગ્ર તાલુકામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાની રજુવાત કરવામાં આવી છે.
આ સાથે કડક પીએસઆઈની માંગણી કરવામાં આવી છે પરંતુ હાલ નવ નિયુક્ત ઇન્ચાર્જ પીઆઇ ગાંગણાની નિયુક્તિ થોડા સમય પેહલા જ થઈ હોય ત્યારે વાસ્તવમાં કાયદો અને વ્યવસ્થા માટે અપૂરતો પોલીસ સ્ટાફ અને પેઘી ગયેલા પોલીસ કર્મચારી જેમા કેટલાક કર્મચારી ને ફક્ત વડિયા જ અનુકૂળ હોય તેમ રાજકીય આશીર્વાદથી ઘણા સમયથી વડિયામાં જ નોકરી કરે છે. આ પેધી ગયેલા કર્મચારીને છાવરતા રાજકીય નેતાઓ આ માટે પ્રથમ જવાબદાર ગણી શકાય ત્યારે લોકમુખે ચર્ચાતી વિગતો મુજબ વડિયા કુંકાવાવ તાલુકામાં સતાધારી પક્ષનાં નેતાઓની યોજાતી રાત્રી મહેફિલો માટે આ તાલુકામાં દારૂૂ બંઘીની અમલવારી નહિવત છે કે પછી પોલીસ અને બુટલેગરો વચ્ચે ની હપ્તા ખોરી જવાબદાર છે તેતો તટસ્થ તપાસ નો વિષય છે. પરંતુ ડબલ મર્ડર કેસના આવેદનપત્ર માં જે રજુવાત સાથે માંગણી કરાઈ છે તેમાં વડિયા કુંકાવાવ તાલુકામાં દારૂૂ બંધીના લીરા ઉડતા હોય અને ગામડે ગામડે દારૂૂના હાટડા ચાલુ હોય તેવુ સ્પષ્ટ જણાવવામાં આવ્યુ છે.
નવાઈ ની વાત એ છેકે આ આવેદનપત્ર આપવામાં તાલુકા ભાજપ અગ્રણીઓ એવા તાલુકા ભાજપ પ્રમુખ વિપુલ વસાણી, તાલુકા ભાજપ ઉપ પ્રમુખ ગજેન્દ્દ પટોડિયા અને તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષ ઠુંમ્મર પણ હાજર હતા. વર્તમાન ભાજપ સરકારના રાજ માં ભાજપ અગ્રણીઓ ની હાજરી માં વડિયા કુંકાવાવ તાલુકામાં ખુલ્લેઆમ દારૂૂના હાટડા ચાલતા હોવાની રજુવાત મામલતદાર ને આવેદનપત્ર માં કરાઈ હતી જો કે આ બાબતે પત્રકારો દ્વારા ભાજપ અગ્રણીઓ ને પૂછતાં તેમને મૌન સેવ્યું હતુ.જો આ બાબતે જિલ્લા પોલીસ વડા તટસ્થ તપાસ કરાવે તો ચોક્કસ ચોકાવનારા ખુલાસાઓ સામે આવે તેમાં બે મત નથી.