For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બગસરા મામલતદાર કચેરીમાં સરકારી બાબુઓ સમયસર ના આવતા અરજદારો હેરાન પરેશાન

11:48 AM Sep 12, 2024 IST | admin
બગસરા મામલતદાર કચેરીમાં સરકારી બાબુઓ સમયસર ના આવતા અરજદારો હેરાન પરેશાન

અંધેરી નગરી અને ગંડુ રાજા… બગસરાની કચેરીઓમાં રેઢા રાજ

Advertisement

બગસરાની મામલતદાર કચેરીમાં સવારના સમયે અરજદારો સમયસર આવી જાય છે. પરંતુ અધિકારીઓ સમયસર આવવામાં આળસ કરી જતા જોવા મળી રહ્યા છે. જેને કારણે લોકોમાં રોષ ફેલાયો છે.
બગસરાની અનેક કચેરીઓમાં કર્મચારીઓ સમયસર ઉપસ્થિત થતા ન હોવાથી અરજદારોને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે. તાજેતરમાં જ બગસરાની મામલતદાર કચેરીમાં આવું ચિત્ર જોવા મળ્યું હતું. જેમાં કચેરી સાડા દસ વાગે શરૂૂ થતા જ અરજદારો પોતાના કામ માટે લાઈન બનાવી ઉભા રહી ગયા હતા.

પરંતુ મામલતદાર કચેરીના કર્મચારીઓ કે અધિકારીઓ 11 વાગ્યે પણ કચેરીમાં પહોંચ્યા ન હતા. જેને કારણે બહારથી આવતા અરજદારોમાં રોષ જોવા મળી રહ્યો હતો. આ ઉપરાંત અરજદારોને જવાબ આપવામાં પણ અધિકારીઓ દ્વારા તોછડું વર્તન કરવામાં આવતું હોય તેવી પણ ફરિયાદો લોકોમાંથી ઉઠી છે. સરકારી કર્મચારીઓ સમયસર ન આવવાથી લોકોના કામ પણ ટલ્લે ચડી જતા હોય છે. જેને કારણે બીજા દિવસે પણ લોકો ધક્કા ખાતા જોવા મળે છે. સરકારની ઢીલી નીતિને કારણે મામલતદાર કચેરીના કર્મચારીઓ બેફામ બની ગયા હોય તેને પોતાને ફરજનો ભાન કરાવવા ઉચ્ચ અધિકારીઓ રસ લે તેવી લોકો માંગણી કરી રહ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement