અમરેલીમાં શિક્ષકની સાથે આરટીઓ ચલણ મોકલી મોબાઇલ હેક કરી 1.74 લાખની ઠગાઇ
11:35 AM Oct 13, 2025 IST | Bhumika
અમરેલીમાં શિક્ષકે આરટીઓ ચલાન એપીકે નામની ફાઈલ ખોલતા જ ફોન હેક થયો હતો અને 1.75 લાખની છેતરપીંડી થઈ હતી. આ અંગે અમરેલી સીટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
Advertisement
અમરેલીમાં કેરીયારોડ પર બંસીધર સોસાયટીમાં રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા નયન હિંમતભાઈ જાવિયાએ સીટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે 21 જુલાઈના રોજ સોશ્યલ મીડિયામાં આરટીઓ ચલાન એપીકે નામની ફાઈલ આવી હતી. જેને ઓપન કરતાની સાથે જ મોબાઈલ ફોન હેક થયો હતો. ત્યારબાદ નયન જાવિયાના બેંક ખાતામાંથી 1.75 લાખ ઉપડી ગયા હતા.
અંતે ઓનલાઈન ફ્રોડ થતા નયન જાવિયાએ આરટીઓ ચલાન નામે ખોટી ઓળખ બનાવી એપીકે ફાઈલ બનાવી મોકલનાર અજાણ્યા શખ્સો સામે સીટી પોલીસ મથકમાં ગુનો નોંધાવતા પીઆઈ ડી.કે.વાઘેલા વધુ તપાસ ચલાવી રહ્યા છે. આમ, અમરેલી જિલ્લામાં ઓનલાઇન છેતરપિંડીના બનાવો વધી રહ્યાં છે.
Advertisement
Advertisement
