For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમરેલીમાં દાદી બની હેવાન!! પૌત્રએ રડવાનું બંધ ન કરતા મોઢા અને હાથ-પગ પર ભર્યા બચકા, માસૂમનું થયું મોત

10:51 AM Sep 05, 2024 IST | Bhumika
અમરેલીમાં દાદી બની હેવાન   પૌત્રએ રડવાનું બંધ ન કરતા મોઢા અને હાથ પગ પર ભર્યા બચકા  માસૂમનું થયું મોત
Advertisement

અમરેલી તાલુકાના રાજસ્થળી ગામે એક મજુર પરિવારના એક વર્ષ બે માસની ઉંમરના બાળકનો મૃતદેહ ઘોડીયા નીચેથી શંકાસ્પદ હાલતમા મળી આવ્યા બાદ આ બાળકની હત્યા તેની દાદીએ જ કર્યાનુ ખુલ્યું હતું.માસુમ બાળક સતત રડતો હોય અને શાંત થતો ન હોય દાદીએ તેના શરીર પર બટકા ભરી મારમારી હત્યા કરી નાખી હતી.

માસુમ બાળકની હત્યાની આ ઘટના અમરેલી તાલુકાના રાજસ્થળી ગામે ગઇકાલે સાંજે બની હતી. અહીના રફિકભાઇ હુસેનભાઇ સૈયદનો એક વર્ષ અને બે માસનો પુત્ર ગઇ સાંજે તેની દાદી પાસે હતો. સાંજે તે ઘોડીયા નીચે મૃત હાલતમાં મળી આવતા અમરેલી તાલુકા પોલીસને જાણ કરાઇ હતી. બાળકના શરીર પર ઇજાના શંકાસ્પદ નિશાનો હતા.

Advertisement

તેને ગાલ અને મોઢાના ભાગે બટકા ભરવામાં આવ્યા હતા. ઉપરાંત હાથ, પગ અને શરીરના અન્ય ભાગો પર માર મારવામા આવ્યો હતો.બાળકના મૃતદેહને પીએમ માટે પ્રથમ અમરેલી સિવીલમા અને બાદમાં ફોરેન્સિક પીએમ માટે ભાવનગર મેડિકલ કોલેજમા ખસેડવામાં આવ્યો હતો. જયાં ઇજાના કારણે મોત થયાનુ સ્પષ્ટ થયું હતું.
બાળક છેલ્લે તેની દાદી પાસે હોય પોલીસે આગવીઢબે પુછપરછ કરતા જ બાળકના દાદી ગુલશનબેન હુસેનભાઇ સૈયદે ગુનો કબુલ કરી લીધો હતો.

તેણે એવી ચોંકાવનારી કબુલાત આપી હતી કે ગઇકાલે સાંજે તેઓ બાળકને રમાડતા હતા ત્યારે તે ખુબ જ રડતો હતો. જેથી ગુસ્સામા આવી તેણે બાળકને બટકા ભરી લીધા હતા અને શરીરના અન્ય ભાગો પર માર પણ માર્યો હતો. જેના કારણે તેનુ મૃત્યુ થઇ ગયું હતું. ડીવાયએસપી ચિરાગ દેસાઇની આગેવાનીમાં સ્થાનિક પોલીસે દાદી ગુલશનબેન સૈયદની ધરપકડ કરી હતી. તેણે 24 કલાક સુધી પોલીસને ચકરાવે ચડાવ્યા બાદ આખરે ગુનો કબુલ કરી લીધો હતો.

રાજસ્થળીમાં ગુલશનબેન અને તેની પુત્રવધુ બાજુ બાજુના રૂમમાં અલગ રહે છે. એક વર્ષનો બાળક અને તેની ત્રણ વર્ષની મોટી બહેન ગઇ સાંજે દાદીના રૂમમાં હતા ત્યારે આ ઘટના બની હતી.અમરેલી તાલુકા પોલીસે એક વર્ષના માસુમ બાળકની હત્યા પાછળ ગૃહકંકાશ કે અન્ય કોઇ કારણો જવાબદાર છે કે કેમ ? તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. હુસેનભાઇ બચુભાઇ સૈયદ અને તેમનો પુત્ર રફિકભાઇ કપાસનો ટ્રક ચલાવવાનુ અને ટ્રકમા કપાસ ભરવાનુ કામ કરે છે. ઘટના સમયે બંને ઘર બહાર હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement