For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખાંભાના ડેડાણમાંથી રેશનીંગના અનાજનો ગેરકાયદે જથ્થો ઝડપાયો

11:22 AM Jun 06, 2025 IST | Bhumika
ખાંભાના ડેડાણમાંથી રેશનીંગના અનાજનો ગેરકાયદે જથ્થો ઝડપાયો

અમરેલીના ધારી SDMની સૂચનાથી ખાંભા મામલતદાર સ્ટાફ દ્વારા ખાંભાના ડેડાણ ગામેથી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલો શંકાસ્પદ રેશનીંગનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, માલકનેશ રોડ પર આવેલી હીરાભાઈ સાંગરિયાની વાડીમાંથી આ શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો પકડાયો હતો. તપાસમાં સામે આવ્યું હતું કે, આ ગેરકાયદેસર ઘઉં અને ચોખાનો જથ્થો ગ્રામ્ય વિસ્તારમાંથી ફેરી મારીને એકઠો કરવામાં આવતો હતો.

Advertisement

ખાંભા મામલતદાર સ્ટાફ દ્વારા બાતમીના આધારે કાર્યવાહી કરતા, કુલ 250 કિલો ઘઉં અને 644 કિલો ચોખાનો ગેરકાયદેસર સંગ્રહ કરેલો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ પકડાયેલો રેશનીંગનો જથ્થો જોગરાના વિવેકભાઈનો હોવાનું ખુલ્યું હતું, જેમની સામે કાર્યવાહી કરીને જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.
વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ ગેરકાયદેસર રેશનીંગનો જથ્થો સંગ્રહ કરીને જૂનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે મોકલવામાં આવતો હતો. આ ઘટનાથી ગેરકાયદેસર રેશનીંગની હેરાફેરીના રેકેટનો પર્દાફાશ થયો છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement