For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વનવિભાગ ખેડૂતોને ડરાવવાની વાતો કરે તો સીઆરપીસીની જોગવાઇ જોઇ લેવી જોઇએ

04:15 PM Oct 16, 2024 IST | Bhumika
વનવિભાગ ખેડૂતોને ડરાવવાની વાતો કરે તો સીઆરપીસીની જોગવાઇ જોઇ લેવી જોઇએ
Advertisement

અમરેલી જિલ્લામા સાવરકુંડલાના એક કાર્યક્રમમાં ઇકોસેન્સેટિવ ઝોન મુદ્દે ઇફકોના ચેરમેન અને ભાજપ નેતા અને પૂર્વ કાયદામંત્રી દિલીપ સંઘાણી ખૂલીને બોલ્યા છે. તેમણે જણાવ્યું કે ઇકોસેન્સેટિવ ઝોન મુદ્દે મને ગઇકાલે કોડીનાર તાલાલા ગીર વિસ્તારના કિસાન સંઘના ખેડૂતો મને મળ્યા હતા અને તેઓ મોટુ સંમલેન કરવાના છે. હું કહીશ કે, વન વિભાગ ખેડૂતોને ડરાવવા માંગતા હોય, જેલમાં પુરવાની વાતો કરતા હોય તો સીઆરપીસીની જોગવાઇ જોઇ લેવી જોઇએ. દિલીપ સંઘાણીએ વધુમાં જણાવ્યું કે, છેલ્લા 2 વર્ષમાં 39 જેટલા લોકોના મૃત્યુ જંગલી વન્યપ્રાણીના હુમલાના કારણે થયા છે. 239 જેટલા લોકોને ગંભીર ઇજાઓ થઈ છે. જો માણસ માટે સ્વબચાવનો અધિકાર હોય તો જંગલી પ્રાણી માટે કેમ નહિ.. આવા અનેક મુદાઓ સાથે અમારી વિચારમંચ પર અમારી રજૂઆતો ચાલુ છે. આ વિચારોના આધારે સરકારએ નિયમોમાં ફેરફાર કરવા જોઈએ.

ઇકોઝોન મુદ્દે ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢના ખેડૂતો સંગઠનો દ્વારા આવેદન પત્ર આપી રોષ વ્યક્ત કરી વિરોધ નોંધાવયા બાદ આવેદન પત્ર આપવામાં આવી રહ્યા છે. ઠેર ઠેર વિરોધ ખેડૂતો કરી રહ્યા છે તેવા સમયે ખેડૂતો ઇકોઝોન અટકાવવા માંગ વચ્ચે દિલીપ સંઘાણી ખેડૂતોની વ્હારે આવ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement