અમરેલીના વાંકિયામાં આડા સંબંધની શંકાથી પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી
અમરેલી તાલુકાના વાંકીયા ગામમાં એક પરપ્રાંતીય શ્રમિકે પોતાની પત્નીની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. પોતાની પત્નનીને અન્ય પુરુષ સાથે સંબંધ હોવાની શંકા રાખીને પતિએ ગળુ દબાવીને પત્નીની હત્યા કરી છે. આરોપીએ પોલીસ આગળ પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે.
ખઙનું દંપતી વાંકીયામાં ખેત મજૂરી કરતું હતું આ ઘટના અંગે મળતી માહિતી મુજબ અમરેલી તાલુકાના વાંકીયા ગામમાં અલ્પેશભાઈ સાવલીયાની વાડીમાં મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાના કાકડબારી ગામનો સંજય મોહનીયા અને તેની 20 વર્ષીય રેખાબેન મોહનીયા ખેત મજૂરી કરતા હતા.
ગતરોજ (તારીખ-06/06/)ના રોજ 20 વર્ષીય રેખા મોહનીયાનો મૃતદેહ મળ્યો હતો. જેની જાણ પોલીસને કરાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહ જોતા મૃતકના શરીર પર કેટલાક નિશાન મળી આવ્યા હતા. જેથી લાશનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. બીજી તરફ મૃતક રેખાના પિતાએ પોતાના જમાઇ સંજય પર શંકા વ્યક્ત કરીને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.આરોપીએ પોલીસ સામે ગુનો કબૂલ્યો અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના ઙઈં ઓમદેવસિંહ જાડેજાની ટીમે મૃતકના પતિને ઝડપીને પૂછપરછ કરતા આરોપીએ પોતાનો ગુનો કબૂલતા જણાવ્યું હતું કે, હા સાહેબ, મારી પત્ની અન્ય પુરુષ સાથે વાત કરતી હોવાની શંકાથી મેં જ મારી પત્નીનું ગળુ દબાવીને હત્યા કરી છે. જેથી હાલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.