અમરેલીમાં જનસભા પહેલાં પાયલ ગોટીને મળતા ગોપાલ ઈટાલિયા
જનસભામાં ભાજપના નેતાઓ-પોલીસ ઉપર આકરા પ્રહારો
અમરેલીમાં થોડા સમય પહેલા પાટીદાર યુવતી પાયલ ગોટી કેસ ખુબ જ ચર્ચાનો વિષય રહ્યો હતો. એક પાટીદાર યુવતીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું તેને પૂછપરછ દરમિયાન માર મારવામાં આવ્યો. છતાં જો અંતે આ કેસમાં સી સમરી ફાઈલ કરી અને દરેક આરોપીઓને પુરાવાઓ ન મળવાના કારણે નિર્દોષ છોડી દેવામાં આવ્યા છે. આ સાથે જ હવે આ પાટીદાર યુવતી પાયલ ગોટીને મળવા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પહોંચ્યા હતા.
અમરેલીના સરદાર સર્કલ પાસે અઅઙ નેતા ગોપાલ ઇટાલિયાની જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જનસભા પહેલા ગોપાલ ઇટાલિયા પાયલ ગોટીને મળવા પહોંચ્યા હતા. ગોપાલ ઇટાલિયાએ નકલી લેટર કાંડ પીડિતા પાયલ ગોટીને મળીને તેમની આપવીતી જાણી હતી. જે બાદ જનસભામાં ગોપાલ ઇટાલીયાએ પોલીસ અને ભાજપના નેતાઓ સામે પ્રહારો કર્યા હતા. તેમણે પ્રહાર કરતા કહ્યું કે, ભાજપના નેતાઓએ અને પોલીસની એક ગેંગ બની છે જે દરેક જિલ્લામાં સક્રિય છે. પોલીસ ભાજપના ખોળામાં બેઠા છે તે 2027 માં નીકળી જવાની છે. પોલીસ ભાજપની દલાલી કરે છે.
