For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમરેલીના ભાજપ નેતાની એન્જલ લોર્ડસ હોટેલમાં જુગારની રેડ, 11 ઝડપાયા

11:57 AM Oct 07, 2024 IST | admin
અમરેલીના ભાજપ નેતાની એન્જલ લોર્ડસ હોટેલમાં જુગારની રેડ  11 ઝડપાયા

કેટલા સમયથી જુગાર રમાતો હતો? પોલીસે તપાસ આદરી, 4.63 લાખની મતા કબજે

Advertisement

અમરેલીના જુના માર્કેટીંગયાર્ડમા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન પીપી સોજીત્રાની એન્જલ લોર્ડસ હોટેલમા રૂૂમ ભાડે રાખી ચલાવાતા જુગારના અડ્ડા પર મધરાતે ત્રાકટી પોલીસે રૂૂપિયા 4.63 લાખની મતા સાથે 11 જુગારીને ઝડપી લીધા છે.

જુગારનો આ દરોડો અમરેલી એલસીબીએ ગઇરાત્રે પાડયો હતો. પોલીસને બાતમી મળી હતી કે મોટા કસ્બામા રહેતો ફૈઝલ ફારૂૂક કુંડલીયા (ઉ.વ.30) અહી રૂૂમ નંબર 110 બુક કરાવી જુગારનો અડ્ડો ચલાવી રહ્યો છે. જેને પગલે જિલ્લા પોલીસવડા પાસેથી વોરંટ મેળવી બે ટુકડીમા અહી પોલીસ ત્રાકટી હતી.અમરેલી શહેરમાં આવેલી શહેરની જાણીતી એન્જલ લોર્ડસ હોટલમાં જુગાર ધામનો અડ્ડો ચલાવવામાં આવી રહ્યો હોવાની માહિતી જઙ હિમકર સિંહની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળતા ટીમે દરોડો પાડયો હતો. આ દરોડા દરમિયાન રૂૂમ નંબર 110માંથી 11 ઈસમો જુગાર રમતા ઝડપાયા હતા. પોતાના આર્થિક ફાયદા માટે બહારથી રૂૂમ બુક કરી રૂૂમમાં માણસો બોલાવી ગંજીપતાના પાના વડે તીનપતિ હારજીતનો જુગાર રમી રમાડી જુગારનો અડ્ડો ચલાવવામાં આવતુ હોવાનું બહાર આવ્યું હતું.

Advertisement

પોલીસે 11 ઈસમોને રોકડ રકમ મોબાઈલ ફોન વાહન જુગાર સાહિત્ય સાથે ઝડપી લઈ તમામ સામે જુગાર ધારા હેઠળ સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. સીટી પોલીસ દ્વારા જુગારી ઇસમોની વધુ તપાસ કરવામાં આવશે. કેટલા સમયથી જુગારનો અડ્ડો ચલાવતા હતા કે કેમ.? અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂૂ કરવામાં આવ્યો છે. હાલ તો અમરેલી શહેરની જાણીતી એન્જલ લોર્ડ્સ હોટલમાં દરોડાથી સમગ્ર જિલ્લામાં ફફડાટ ફેલાયો છે.અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પી.આઈ.અલ્પેશ પટેલની ટીમના પી.એસ.આઈ. એસ.આર.ગોહિ લ,પી.એસ.આઈ. એમ.બી.ગોહિલ,રાહુલભાઈ ચાવડા,કિશનભાઈ આસોદરીયા,મહેશભાઈ મૂંધવા,વરજાંગભાઈ મુળાસિયા,ભવિનભાઈ ગૌસ્વામી સહિત પોલીસ કર્મચારીઓને સફળતા મળી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement