ઈકોસેન્સેટિવ ઝોન મુદ્દે ખેડૂતોની વહારે આવતા પૂર્વ કાયદામંત્રી દિલીપ સંઘાણી
માણસને સ્વબચાવનો અધિકાર છે, શું ખેડુતો, મજુરો જંગલી પ્રાણીની હત્યા કરે છે? વન્ય પ્રાણીઓએ કેટલા માણસોનો ભોગ લીધો? સંઘાણી
અમરેલી જિલ્લામા સાવરકુંડલાના એક કાર્યક્રમમાં ઇકોસેન્સેટિવ ઝોન મુદ્દે ઇફકોના ચેરમેન અને ભાજપ નેતા અને પૂર્વ કાયદામંત્રી દિલીપ સંઘાણી ખૂલીને બોલ્યા છે. તેમણે જણાવ્યું કે ઇકોસેન્સેટિવ ઝોન મુદ્દે કોડીનાર તાલાલા ગીર વિસ્તારના કિસાન સંઘના ખેડૂતો દિલીપ સંઘાણીને મળ્યા હતા. જે મોટુ સંમેલન કરવાના છે.
વનવિભાગ કે અન્ય લોકો ખેડૂતોને ડરાવા માંગતા હોય, જેલમાં પુરી દેવાની વાતો કરતા હોય તો સીઆરપીસીની કલમ 93,104,103,માં જોગવાઈ છે. માણસને જાન માલ મિલકત જોખમ હોય છે, ત્યારે સામા વ્યક્તિનો જાન લેવો તે સ્વબચાવ અધિકાર આપ્યો છે. ત્યારે ખેડૂતો મજૂર કામ કરતા પર વન્યપ્રાણી હુમલો કરે જાન લે ત્યારે મારે જંગલી પુશું બચાવનાર વ્યક્તિઓને મારે પૂછવું છે.
છેલ્લા બે વર્ષમાં ખેડૂતો મજદૂરો ખેતરમાં કામ કરતા લોકો દ્વારા કેટલા જંગલી પ્રાણીની હત્યાઓ થઇ? કેટલાને નુકસાન થયું છે?..દિલીપ સંઘાણીએ વધુમાં જણાવ્યું કે, છેલ્લા 2 વર્ષમાં 39 જેટલા લોકોના મૃત્યુ જંગલી વન્યપ્રાણીના હુમલાના કારણે થયા છે. 239 જેટલા લોકોને ગંભીર ઇજાઓ થઈ છે. જો માણસ માટે સ્વબચાવનો અધિકાર હોય તો જંગલી પ્રાણી માટે કેમ નહિ.. આવા અનેક મુદાઓ સાથે અમારી વિચારમંચ પર અમારી રજૂઆતો ચાલુ છે. આ વિચારોના આધારે સરકારએ નિયમોમાં ફેરફાર કરવા જોઈએ.
ઇકોઝોન મુદ્દે ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે ઇકોઝોન મુદ્દે ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢના ખેડૂતો સંગઠનો દ્વારા આવેદન પત્ર આપી રોષ વ્યક્ત કરી વિરોધ નોંધાવયા બાદ આવેદન પત્ર આપવામાં આવી રહ્યા છે. ઠેર ઠેર વિરોધ ખેડૂતો કરી રહ્યા છે તેવા સમયે ખેડૂતો ઇકોઝોન અટકાવવા માંગ વચ્ચે દિલીપ સંઘાણી ખેડૂતોની વ્હારે આવ્યા છે.