For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વડિયાના માવજીંજવા ગામ પાસેથી 2.87 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

11:36 AM Feb 03, 2025 IST | Bhumika
વડિયાના માવજીંજવા ગામ પાસેથી 2 87 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

Advertisement

અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ વડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે, સુરેશ રાણકુભાઈ નાટા રહે.માવજીંજવા તા.બગસરા વાળો પોતાના હવાલાની ફોર વ્હીલ કાર રજી. નંબર જી.જે.05. આર.એ. 8650 માં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂૂની બોટલો ભરી ખાખરીયા રેલ્વે સ્ટેશન તરફથી માવજીંજવા ગામ તરફ જાય છે, જે બાતમી આધારે વોચમાં હોય તે દરમિયાન હકિકત વાળી કાર આવતા જેને રોકવા પ્રયાસ કરતા કાર ચાલક પોતાની કાર લઇ ફરાર થઇ ગયેલ હોય જેનો પીછો કરતા મજકુર આરોપી સીમ વિસ્તારમાં પોતાની કાર મુકી નાશી ગયેલ, જે કારમાં જોતા ભારતીય બનાવટની વિદેશી દારૂૂની બોટલોનો મોટો જથ્થો મળી આવેલ, જે પકડાયેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂૂનો જથ્થો તથા વાહન સહિતનો મુદ્દામાલ વડીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

પોલિસે ભારતીય બનાવટની વિદેશી દારૂૂની રોયલ ચેલેન્જ ફાઇનેસ્ટ પ્રિમીયમ વ્હીસ્કીની 750 એમ.એલ.ની બોટલો નંગ 384 (પેટી નંગ 32) કિ.રૂૂ.2,63,424/- તથા ભારતીય બનાવટની વિદેશી દારૂૂની રોયલ સ્ટેગ સુપરીયર વ્હીસ્કીની 750 એમ.એલ.ની બોટલ નંગ - 36 (પેટી નંગ - 3) કિ.રૂૂ.24,228/- કુલ બોટલ નંગ - 420 (પેટી નંગ -35) જેની કુલ કિ.રૂૂ.2,87,252/- તથા એક મહિન્દ્રા કંપનીની ડઞટ 500 કાર.રજી.નંબર.જી.જે.05.આર.એ.8650 કિ.રૂૂ.6,50,000/- મળી કુલ કિ.રૂૂ. 9,37,652/- નો મુદ્દામાલ. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી.પોલીસ ઇન્સ.એ.એમ.પટેલ તથા એ.એસ.આઈ.અજયભાઈ સોલંકી તથા હેડ કોન્સ.મહેશભાઈ મુંઘવા, તુષારભાઈ પાંચાણી,તથા પો કોન્સ. ઉદયભાઈ મેણીયા,હરેશભાઈ કુંવારદાસ દ્વારા કરવામાં આવેલ છે.

Advertisement

****

Advertisement
Tags :
Advertisement
Advertisement