અમરેલીની અમર ડેરીની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરતા દિલીપ સંઘાણી
અમરેલી જિલ્લાનું આર્થીક પછાતપણું દૂર કરવાના ધ્યેય સાથે દિર્ધદ્રષ્ટા પૂર્વ કેબીનેટ મંત્રીસહકારી અગ્રણી દિલીપ સંઘાણીના પ્રયાસથી અમરેલી જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અમર ડેરીની સ્થાપના કરવામા આવી અને દુધ એકત્રીકરણ કરવાનુ શરૂૂ થયેલ. લોકોને પુરક રોજગારી મળે, પશુપાલન પવૃતિનો વિકાસ થાય અને યુવાનોને આજીવીકા આપવાની તિવ્ર ઈચ્છાશકિત સાથે ડેરી નિર્માણ કાર્ય શરૂૂ કરવામા આવ્યું જેને પરિણામે આજે અમરેલી જીલ્લો શ્વેત ક્રાંતિમા મોખરાનુ સ્થાન મેળવીને અસંખ્ય દુધ મંડળીઓ ધરાવતો પરિવાર બન્યો છે.
અમરેલી જીલ્લા સહકારી દૂર ઉત્પાદક સંઘની વ્યવસ્થાપક કમીટીની મૂદત પૂર્ણ થતા ચૂંટણી જાહેર થયેલ હોઈ, તે અંતર્ગત આજે દિલીપ સંઘાણીએ ઉમેદવારી પત્ર રજુ કરેલ જેમા દરખાસ્ત કલ્પેશભાઈ ગજેરા અને ટેકો ચંદુભાઈ ગજેરા એ આપેલ, પરશોતમભાઈ રૂૂપાલાનું ફોર્મ દરખાસ્ત કરનાર દિલીપભાઈ સંઘાણી એ રજુ કરેલ જેને અશ્વિનભાઈ સાવલીયાએ ટેકો આપેલ. તેમજ અશ્વિનભાઈ સાવલીયાના ઉમેદવારી પત્રમા પ્રવિણભાઈ માંગરોળીયાએ દરખાસ્ત કરેલ અને ધર્મેન્દ્રભાઈ જોષીએ ટેકો આપેલ, જયારે મુકેશભાઈ સંઘાણીનું ફોર્મમાં દિલીપભાઈ એ દરખાસ્ત કરેલ અને અશ્ર્વિનભાઈ સાવલીયાએ ટેકો આપેલ. જયારે અન્ય ફોર્મ ઉમેદવાર તરીકે રાજેશભાઈ માંગરોળીયા, અરૂૂણભાઈ પટેલ(બુટાણી), કમલેશભાઈ સંઘાણી, ચંદુભાઈ રામાણી, રેખાબેન કાકડીયા, ઠાકરશીભાઈ શિયાણી, ભાવનાબેન ગોંડલીયા, અરૂૂણાબેન માલાણી, ભાનુબેન જયંતિભાઈ બુહા, ભાવનાબેન સતાસીયા, જયાબેન રામાણી, રામજીભાઈ કાપડીયા એ અલગ અલગ વિભાગો માંથી પોતાના ફોર્મ રજુ કરેલ જયારે દરખાસ્ત કરનાર અને ટેકા આપનાર પ્રવિણભાઈ માંગરોળીયા, બાબુભાઈ સખવાળા, સંજયભાઈ વાગડીયા, મયુરભાઈ હિરપરા, જેઠુરભાઈ કોઠીવાળ, ચતુરભાઈ ભુવા, સંજયભાઈ સોરઠીયા, અનિલભાઈ પાનશેરીયા સહિતનાએ પ્રક્રિયામા ભાગ લીધેલ. આ તકે સહકારી અગ્રણી દિલીપ સંઘાણી, જુનાગઢ ડેરીના પૂર્વ ચેરમેન રામસિંહભાઈ ભેટરીયા, અગ્રણી કાર્યકર ભગવાનભાઈ ભુવા, અમર ડેરી ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયા, મુકેશભાઈ સંઘાણી, અમરેલી જીલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ દિનેશભાઈ પોપટ, ખરીદ વેંચાણ સંઘના પ્રમુખ જયંતિભાઈ પાનસુરીયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ યાદીના અંતમા જણાવાયેલ છે.