ધારી પંથકમાં માતાએ દારૂ છોડવાનું કહેતા યુવાને ફાંસો ખાઇ ફાની દુનિયા છોડી
ધારી તાલુકાના ઈંગોરાળા ડુંગરી ગામ એક યુવાન ને દારૂૂ પીવાની ટેવ હોવાથી તેમની માતાએ ઠપકો આપતા સીમમાં આવેલ વાડીના કુવામાં ઈલે.કેબલ વડે ગળાફાસો ખાઇ આપઘાત કરી લીધાનું પોલીસમાં જાહેર થયેલ હતું.
પ્રાપ્ત માહિતી મુજબ,કાળુભાઈ શાતિભાઇ શિયાલ ને દારૂૂ પિવાનિ ટેવ હતી. આ બાબતે તેના પરિવારજનો તેમજ તેમની માતા સાથે અવાર-નવાર ઝગડો થતા ગત તા. 7 ડિસેમ્બર ના રોજ સવારે 5 વાગ્યે તે પોતાના ઘરેથી બહાર નીકળી ગયો હતો અને પછીથી તેનિ કોઈ ભાળ મળેલ ન હતી તા. 15 ડિસેમ્બર ના રોજ ઈંગોરાળા ડુંગરી ગામની સીમમાં આવેલ વાડીના કુવામાં કાળુભાઈનું મૃત શરીર ઈલેક્ટ્રીક મોટરના વાયરથી લટકતું જોવા મળ્યું હતું. આ અંગે ચલાલા પોલીસને જાણ કરાતા પોલીસે ઘટનાસ્થળે દોડી આવી અને મૃતક યુવાનનું મૃતદેહ કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યું હતું. પોલીસે મૃતકના પરિવારજનોના નિવેદનોના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.