બગસરાના માણેકવાડા ગામે ગેરકાયદેસર દબાણોનું ડિમોલિશન
લેન્ડ ગ્રેબિંગ કરી સરકારી જમીન ઉપર કરાયેલ દબાણ દૂર કરતું સરકારી તંત્ર
બગસરાના માણેકવાડા ગામમાં લેન્ડ ગ્રોબીંગ અંતર્ગત કરેલી કાર્યવાહીમાં સરકારી જમીનમાં દબાણ કરવામાં આવેલ હોવાથી આ જગ્યા સરકારી જમીન હોવાની જાહેર રસ્તો ખુલ્લો કરવા માટે અરજી 2024 માં કરેલી હોવાના પગલે કલેક્ટર દ્વારા આ જમીન ઉપર જે કાંઈ દબાણ કરેલ હોયતે 15/8/2024 સુધીમાં દૂર કરવા આદેશ કરવામાં આવેલ હતો.જેના અનુસંધાને અરજદાર અજયભાઈ જેન્તીભાઇ પટોળિયા દ્વારા સ્વાગત કાર્યક્રમમાં આ અરજી મુકેલી હોવાથી આજે અમરેલી કલેકટરની સૂચનાથી મામલદાર તેમજ પોલીસ સ્ટાફ તેમજ સરકારી તંત્રને સાથે રાખી માણેકવાડા ગામમાં દબાણ કરેલી જગ્યામાં ડીમોલેશન કરવામાં આવ્યું હતું.
જોકે આ બાબતે સામા પક્ષે અરવિંદભાઈ વાલજીભાઈ પટોળિયા જાહેર રસ્તા ઉપર મકાન બનાવી લીધેલું હોવાથી તે જાહેર રસ્તાને ખુલ્લો કરવા અરજી કરવામાં આવેલી હતી જેના અનુસંધાને ડી આઈ એલ આર અમરેલી દ્વારા 2022માં વિવાદિત સ્થળની માપણી કરવામાં આવેલી હતી જે દબાણ કરેલું હોવાનું સાબિત પણ કરેલું હતું. જેથી અરજદાર દ્વારા 7 નોટીશ આપવા છતાં બિન અધિકૃત દબાણ દૂર કરવામાં ના આવતું હોવાથી આજ રોજ તા.16ના રોજ મામલદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં આ જાહેર રસ્તા ને ખુલ્લો કરવા માટે દબાણ કરેલ જાગ્યા ખાલી કરવામાં આવેલ હતી. મામલતદાર તથા પોલીસ દ્વારા કલેકટરના આદેશને પગલે માણેકવાડામાં ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું.
(તસવીર: સમીર વિરાણી)