જાફરાબાદ પંથકના અપહરણ-દુષ્કર્મના આરોપીને છોડી મૂકવા હુકમ કરતી કોર્ટ
જાફરાબાદ તાલુકાના ટીંબી ની સગીરવયની યુવતી ને વાલીપણા માંથી લલચાવી ફોસલાવી ભગાડી જઇ બળજબરી થી શરીર સંબંધ બાંધી મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો નો ગુન્હો આરોપી જીવાભાઈ બીજલભાઈ અને ગોદડભાઈ ભગુભાઈ સામે નાગ્રેશ્રી સ્ટેશન માં સને 2021 માં આઈપીસી કલમ 376, 363, 366, તથા પોક્સો 4,8,17,18 મુજબ ફરિયાદ નોંધવામાં આવેલ હતી.
આ કામે આરોપીની ધરપકડ થયેલ અને જેલ હવાલે કરવામાં આવેલ પોલીસ તપાસ બાદ તપાસ કરનાર અમલદારે આરોપી સામે રાજુલા સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરેલ અને આરોપી સામે ચાર્જ ફ્રેમ થતાં આરોપી સામેનો કેસ ચાલવા પર આવતા ફરીયાદપક્ષે સાહેદોમાં ભોગ બનનાર, મેડીકલ ઓફીસર તથા પોલીસ અમલદારને સરકાર પક્ષે કોર્ટમાં તપાસવામાં આવેલ સાહેદો ની આરોપી તરફે ભાવેશ આર. સિંધવ (ભરવાડ) દ્વારા ઉલટ તપાસ કરવામાં આવેલ અને પુરાવો પુરો થયા બાદ ફરીયાદી તથા આરોપી તરફે દલીલો થયેલ આરોપી તરફે દલીલને માન્ય રાખી કોર્ટે આરોપીને છોડી મુકવાનો હુકમ ફરમાવેલ હતો.
આ કામમાં આરોપી તરફે ભાવેશભાઈ આર. સિંધવ (ભરવાડ), વકીલ તરીકે રોકાયેલ હતા.