ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

આટકોટ પાસે શિતલ આઇસ્ક્રીમના વાહન માંથી ડીઝલ ચોરી કરનાર ચાલક સહિત બે સામે ફરિયાદ

12:23 PM Oct 01, 2025 IST | Bhumika
Advertisement

અમરેલીનાં શિતલ આઇસ્ક્રીમનાં વાહન માથી આટકોટ નજીક હોટલ પાસે ડીઝલ ચોરીની ઘટનામા તપાસમા શિતલ આઇસ્ક્રીમનાં વાહન ચલાવતા ડ્રાઇવર અને ચોરાવ ડીઝન ખરીદનાર હોટલ સંચાલકનુ નામ ખુલતા બંને વિરુધ્ધ કંપનીનાં ટ્રાન્સપોર્ટેશનનુ કામ સંભાળતા સુપરવાઇઝર ફરીયાદ નોંધાવી છે.

Advertisement

મળતી વિગતો મુજબ અમરેલીનાં એમેજોન સોસાયટી પ્લોટ નં 13 મા રહેતા અને શિતલ ફુડ પ્રોડકટ લી. અમરેલી ખાતે ટ્રાન્સપોર્ટેશન સુપરવાઇઝરનુ કામ સંભાળતા દિવ્યરાજસિંહ વિક્રમસિંહ જાડેજાએ આટકોટ પોલીસમા નોંધાવેલી ફરીયાદમા આરોપી તરીકે કંપનીનાં અશોક લેલેન્ડનાં ઇકો મેટ ગાંડીધનાં ડ્રાઇવર ફઝલ આરીફ મજેઠીયા અને રાજકોટ આટકોટ હાઇવે પર બળધોઇનાં પાટીયા પાસે આવેલ જય ખોડીયાર હોટલનાં સંચાલક કમલેશ ખોડા ભરવાડનુ નામ આપ્યુ છે.

ફરીયાદમા જણાવ્યા મુજબ શિતલ ફુડ પ્રોડકટનાં ઇકો મેટ ગાડી નં જીજે 14 એકસ 5456 માથી 7 હજારની કિમતનુ 100 લીટર ડીઝલ ચોરી થયુ હોય જે બાબતે તપાસ કરતા અમરેલીનાં રહેવાસી અને કંપનીનુ વાહન ચલાવતા ડ્રાઇવર ફઝલ મજેઠીયાએ કંપનીનાં વાહન માથી ડીઝલ ચોરી કરી અને જય ખોડીયાર હોટલનાં માલીક કમલેશ ખોડા ભરવાડને આ ડીઝલ વેચી નાખ્યુ હોવાનુ ખુલ્યુ હોય જે મામલેપોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બંનેની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.

Tags :
AtkotAtkot NEWScrimegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement