For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉત્સવોમાંથી બહાર આવી ખેડૂતોના દેવા માફ કરો: પ્રતાપસિંહ દુધાત

01:39 PM Oct 27, 2025 IST | admin
ઉત્સવોમાંથી બહાર આવી ખેડૂતોના દેવા માફ કરો  પ્રતાપસિંહ દુધાત

અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપસિંહ દુધાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ફરી એક પત્ર લખીને ખેડૂતોની દયનીય સ્થિતિ પર તીવ્ર ટીકા કરી છે. પત્રમાં તેમણે માંગ કરી છે કે, ઉત્સવોમાંથી બહાર આવીને ખેડૂતોને સહાય નહીં પણ બેંક અને સહકારી સંસ્થાઓના બાકી દેવા માફ કરવા જોઈએ. 2024ના કૃષિ સહાય પેકેજમાં અમરેલીના 700 ગામડાઓ બાકી રહ્યાં છે, તો 2025ના કમોસમી વરસાદથી ખેતીપાકને વ્યાપક નુકસાન થયું છે. પ્રતાપસિંહે કહ્યું કે, નસ્ત્રનવા વર્ષના પ્રારંભે ફરીથી અમરેલીના ખેડૂતોને નુકસાનથી આર્થિક સ્થિતિ દયનીય બની છે. અત્યારની સ્થિતિમાં ડિજિટલ સર્વેથી ખેડૂતોનું ભલું થવાનું નથી. તેમની વાસ્તવિક પરિસ્થિતિ અને મનોદશા ધ્યાને લઈને યોગ્ય નીતિની જરૂૂર છે. દેવા માફીથી જ ખેડૂતો નવી શરૂૂઆત કરી શકશે.

Advertisement

પ્રતાપસિંહ દુધાતે પત્રમાં જણાવ્યું કે, 2024ના વરસાદી નુકસાન માટે જાહેર કરાયેલા કૃષિ સહાય પેકેજમાં અમરેલી જિલ્લાના 700 ગામડા બાકાત રહ્યા છે. આ ખેડૂતોને કોઈ રાહત મળી નથી. તેમણે 2025ના કમોસમી વરસાદનો ઉલ્લેખ કરતા કહ્યું, સતત કમોસમી વરસાદથી ખેતીપાકને વ્યાપક નુકસાન થયું છે. નવા વર્ષના પ્રારંભે ફરીથી ખેડૂતોની આર્થિક સ્થિતિ દયનીય બની છે. તેમણે સરકારની ડિજિટલ સર્વે પદ્ધતિ પર પ્રશ્નો ઉભા કરતા કહ્યું, અત્યારની સ્થિતિમાં ડિજિટલ સર્વેથી ખેડૂતોનું ભલું થવાનું નથી. વાસ્તવિક પરિસ્થિતિ અને મનોદશા ધ્યાને લઈને યોગ્ય નીતિની જરૂૂર છે.

મુખ્ય માંગ તરીકે તેમણે કહ્યું, ખેડૂતોને સહાય પૂરતી નથી, પરંતુ બેંક અને સહકારી સંસ્થાઓના બાકી દેવા માફ કરવાની વાસ્તવિક રાહત આપો. દેવા માફીથી જ ખેડૂતો નવી શરૂૂઆત કરી શકશે. આ પત્ર કોંગ્રેસના ખેડૂત વિરોધને વધુ તીવ્ર કરે છે અને પ્રતાપસિંહે કહ્યું, ઉત્સવોમાંથી બહાર આવીને સરકારે ખેડૂતોની સમસ્યાઓ તરફ વિચારવું જોઈએ. પ્રતાપસિંહ દુધાતનો આ પત્ર કોંગ્રેસના ખેડૂત આંદોલનનો ભાગ છે. તાજેતરમાં આપએ પણ સૌરાષ્ટ્રમાં મહાપંચાયત જાહેર કરી છે. આ પત્રથી ભાજપ સરકાર પર દબાણ વધ્યું છે, અને આગામી ચૂંટણીઓમાં ખેડૂત મુદ્દો મુખ્ય બનશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement