અમરેલી નગરપાલિકાના વોટર વર્કસ શાખાના કલાર્કનો આપઘાત
રૂમમાં પંખા સાથે ચૂંદડી બાંધી પગલું ભરી લીધુ, કારણ જાણવા તપાસ શરૂ
અમરેલી નગરપાલિકાની વોટર વર્કસ શાખાના એક કલાર્કે આજે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લેતા કર્મચારી વર્તુળમા ભારે શોકની લાગણી ફરી વળી હતી.
મળતી વિગત મુજબ, અમરેલીમા હનુમાનપરા રોડ પર ઉર્જાનગરમા રહેતા હેમેન્દ્રભાઇ હસમુખરાય ત્રિવેદી (ઉ.વ.51) નામના આધેડે પોતાના ઘરે આ અંતિમ પગલુ ભર્યુ હતુ. તેઓ અમરેલી નગરપાલિકાની વોટર વર્કસ શાખામા કલાર્ક તરીકે ફરજ બજાવતા હતા. સવારના સમયે તેઓ પોતાના ઘરમા હતા ત્યારે પોતાના રૂૂમમા પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધુ હતુ. તેમના પુત્ર જયદીપભાઇ ત્રિવેદીએ આ અંગે અમરેલી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જયદીપભાઇએ સ્થાનિક પોલીસને એવુ જણાવ્યું હતુ કે તેમના પિતાએ કોઇ અગમ્ય કારણોસર આ પગલુ ભર્યુ હતુ. બનાવનુ કારણ જાણવા પોલીસે તપાસ શરૂૂ કરી છે.