For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બગસરાના મોટા મુંજિયાસરમાંથી બોગસ તબીબ પકડાયો, સાધનો જપ્ત

11:53 AM Feb 01, 2025 IST | Bhumika
બગસરાના મોટા મુંજિયાસરમાંથી બોગસ તબીબ પકડાયો  સાધનો જપ્ત

9 હજારનો મુદ્દામાલ, એસઓજીની કામગીરી

Advertisement

બગસરાના મોટા મુંજીયાસરમાંથી બોગસ તબીબો ઝડપાયો હતો. એસઓજીએ એલોપેથીક દવાઓ અને મેડિકલને લગતા સાધનો કબ્જે કર્યા હતા. અને ઝડપાયેલા બોગસ ડોક્ટર સામે કાર્યવાહી કરવામાં આવી હતી. અમરેલી એસઓજીના પીઆઈ આર.ડી.ચૌધરી અને પીએસઆઈ એન.બી.ભટ્ટ સહિતની ટીમે બાતમીના આધારે બોગસ ડોક્ટરને ઝડપી લીધો હતો. બગસરાના નવા જીનપરામાં રહેતા હિરેન વસંતભાઈ રાઠોડ મોટા મુંજીયાસર ગામે નામ વગરનું ક્લીનીક ચલાવી રહ્યો હતો.

ત્યારે એસઓજી ટીમે મેડીકલ ઓફિસર સાથે મુંજીયાસરમાં રેઈડ કરી હતી.અહીંથી હિરેન રાઠોડને ઝડપી લીધો હતો. તેમની પાસેથી એલોપેથીક દવાઓ, મેડીકલને લગત સાધનો મળી કુલ રૂૂપિયા 9001ની કિંમતની 53 પ્રકારની વસ્તુ કબ્જે કરવામાં આવી હતી. એસઓજીએ ઝડપાયેલા બોગસ તબીબ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement