બાબરામાં દારૂની મહેફીલ માણતા ‘આપ’ના પ્રમુખને ભાજપ નેતાઓએ રંગે હાથ ઝડપ્યા
અમરેલીના બાબરામાં આમ આદમી પાર્ટીના પ્રમુખ દારૂૂ પીતા પકડાયા હોવાની વાત સામે આવી છે, દારૂૂબંધીની વાતો કરતા આપ નેતા દારૂૂ પીતા ઝડપાતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે, કૌશિક ભરાડને પાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેને દારૂૂ પીતા એક દુકાનમાં ઝડપી પાડયા છે, સમગ્ર ઘટનાને લઈ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, પોલીસે સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.
અમરેલીના બાબરામાં આમ આદમી પાર્ટીના પ્રમુખ દારૂૂ પીતા ઝડપાયા છે, ભાજપના નેતાઓએ રેડ પાડી અને તે વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે, આપના નેતા લાજવાને બદલે ગાજતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે, બાબરાના કરિયાણા રોડ પર દુકાનમાં દારૂૂ પીતા નેતાનો વીડિયો વાયરલ થતા પોલીસે પણ તપાસ શરૂૂ છે, બાબરા પાલિકા સામે આક્ષેપ કરનારા આપ પાર્ટીના પ્રમુખ ખુદ દારૂૂની મોજ માણતા હતા અને વાત ભાજપના નેતાને ખબર પડતા તેમણે રેડ કરી હતી.
બાબરા પાલિકાના પ્રમુખ પ્રવીણ કરકર અને કારોબારી ચેરમેન અને પાલિકા સભ્યને આ વાતની માહિતી મળી હતી જેના કારણે તેઓ દુકાનમાં પહોંચ્યા તો આમ આદમી પાર્ટીના નેતા દારૂૂ પી રહ્યાં હતા, દુકાનમાં નીચે બેસીને દારૂૂ પીતા હતા તે દરમ્યાન પાલિકા ટીમ પહોંચી ગઈ હતી અને ભાજપના બે નેતાઓને જોતા આપના નેતા દારૂૂનો ગ્લાસ મૂકીને ભાગવા લાગ્યા હતા, આ વાત એ પણ સાબિત કરે છે કે, અમરેલીમાં દારૂૂનું વેચાણ થતું હશે તો જ આપ પાર્ટીના નેતા દારૂૂ મળ્યો હશે ને !