બગસરા એસ.ટી. ડેપોના ડ્રાઈવરે બદલી થતાં ઝેરી દવા ગટગટાવી
બગસરા એસટી ડેપોમાં ઘણા સમયથી ફરજ બજાવતા વિવેકભાઈ જાંબુકિયા ની બગસરા ડેપો મેનેજર ગઢવી મેડમ એ ગેર વર્તન કરવા બદલ બદલી કરવા માં આવી હતી જ્યારે ડ્રાઇવર વિવેકભાઈ જાંબુકિયા ને પૂછતા તેમને જણાવ્યું હતું કે મેં કોઈ ગેરવર્તન કર્યું નથી અને હું માત્ર મારી નોકરી બાબતમાં પૂછવા ગયો હતો અને મારી ઉપર ખાર રાખી અને મારી બદલી હિંમતનગર કરવામાં આવી છે આવું ત્રીજી વાર બન્યું છે પહેલીવાર મારી રાજુલા બદલી કરવામાં આવી હતી ત્યારબાદ માંડવી અને હાલ હિંમતનગર કરવામાં આવી છે મને ખોટી રીતે હેરાનગતિ અને ત્રાસ આપે છે મારા ઘરના સભ્યો પણ બધા દુ:ખી છે અને ડેપો મેનેજર અવર નવર મને હેરાન ગતિ કરે છે વિવેકભાઈ જાંબુકિયા ના ધર્મ પત્નીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે મારા પતિને અવારનવાર હેરાન ગતિ છે અને અમો ને આ મેડમ ખાર રાખી અને ખોટી રીતે હેરાન કરે છે આ બગસરા એસટી ડેપોમાં અગાઉ પણ એક ડ્રાઈવરે આ જ રીતે હેરાનગતિ હોવાથી દવા ગટગટાવી હતી બગસરા એસટી ડેપોમાં ડ્રાઇવર કંડક્ટરોની ત્રાસ હોવાનો ખુલાસો કર્મચારીઓ તો કરે જ છે પરંતુ આવું જ રહ્યું તો સતત નોકરી ઉપર રાત દિવસ ડ્રાઇવિંગ કરતા ડ્રાઇવરો તથા કંડક્ટરો અપડાઉન કરતા હોય જો આવી મુસીબત્તી રહી તો તેમને નોકરી કરવી બહુ મુસીબત થઈ જશે અને તે ઘરવાળી છોકરાને મૂકીને ક્યાં ને ક્યાંથી નોકરી કરવા આવતા હોય અને આ ડેપો મેનેજર આવો ત્રાસ આપે તો કર્મચારીઓ ત્રાહિમામ પોકારી જાય છે આ બાબતે જો તાત્કાલિક પગલા લેવામાં નહીં આવે તો કર્મચારીઓ ને કઈ રીતે નોકરી કરવી હાલ વિવેકભાઈ જાંબુકિયા ને બગસરા સિવિલમાં ફીનાઇલ દવા પીધેલ હોય જેથી ત્યાં ડોક્ટરે અમરેલી રીફર કરતા હાલ અમરેલી સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે દાખલ કરેલ છે. આ બાબતે ઉચ્ચ અધિકારી ડીસી સાહેબ નિર્ણય લઇ યોગ્ય કરે તેવી કર્મચારીઓની માંગણી ઉઠી છે બગસરા માં આ મોટો બનાવ બન્યો છતાં બગસરા પોલીસ માંથી કોઈ ફરક્યું ન હતું.